તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ગુજરાતમાંથી દર વર્ષે ૫૦ હજારથી વધુ નર્સિંગ સ્ટાફ થાય છે તૈયાર
આજે આંતરરાષ્ટ્રીય નર્સ ડે : ડોકટર્સ સાથે ખભેખભા મિલાવી ડર અને જીવની પરવા વગર ફરજ બજાવતા સ્ટાફની દર્દીની સારવારમાં મહત્વની ભૂમિકા

સુરત,તા.૧૨: ‘‘આપણી નર્સ આપણું ભવિષ્ય, નર્સ જીવન બચાવે છે' સૂત્ર સાથે આજરોજ ‘‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે' ની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં દર વર્ષે ૫૦ હજાર નર્સિગ સ્ટાફ તૈયાર થાય છે. અધિકૃત ડિગ્રી મેળવ્યા બાદ નર્સિસ દર્દીઓ અને જરુરીયાતમંદોની સેવા કરે છે.
હોસ્પિટલો કે દવાખાનામાં દર્દીઓની સારવાર આપનાર ડોકટર્સ પછી કોઈ મહત્વની ભૂમિકા નિભાવતો હોય તો તે નર્સિગ સ્ટાફ છે. ડોકટર્સ સાથે ખભેખભા મિલાવી દર્દીઓની સારવારમાં તેઓ કોઇપણ પ્રકારના ડર વગર જીવની પરવા કર્યા વિના તેમની ફરજ નિભાવી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ નીરજાબેન પટેલે કહ્યું કે, સિવિલમાં ૮૧૦ નર્સિગ સ્ટાફ વિવિધ વોર્ડમાં દાખલ ૯૫૦ જેટલા દર્દીઓને ખડેપગે સારવાર આપે છે. વિવિધ ઓપરેશન થિયેટરમાં ૧૦૦ જેટલો નર્સિગ સ્ટાફ, વિવિધ ઓપીડીમાં ૭૦ નર્સિગ સ્ટાફ, ડાયાલિસીસ વિભાગ અને ઇમર્જન્સી વિભાગ નર્સિગ સ્ટાફ ફરજ બજાવે છે.
પ્લેગ, પૂર, વાવાઝોડા, ભુકંપ, કોરોના સહિતની આફતો વેળા ફરજ બજાવનાર નર્સિંગ કાઉન્સલીંગના ઈકબાલ કડીવાલાએ કહ્યું કે, દયાની દેવી ગણાતી નર્સિગ બહેનોમાં વાણી, વ્યવહાર અને વર્તનમાં પારિવારિક ભાવના હંમેશા જાગૃત હોય છે. સુરત શહેરમાં દર વર્ષે ૧૦૦૦ સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી અને ખાનગી નર્સિગ કોલેજમાં અભ્યાસ કરીને ૫૦ હજાર નર્સિગ સ્ટાફ બહાર આવે છે.
ઘર્ષણ વેળા દર્દીના સબંધીઓને શાંત કરવા અને યોગ્ય જવાબ આપવાની પ્રાથમિક ફરજ છેઃ અમૃતાબેન આહીર
બે વર્ષથી સિવિલના ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા નર્સિગ સ્ટાફ અમૃતાબેન આહીરે કહ્યું કે, ઘણીવાર અહીં તણાવભરી સ્થિતિ સર્જાય છે. ડોકટરો એક સાથે અનેક દર્દીઓને તપાસતા હોવાથી કામના ભાર હેઠળ હોય છે. દર્દીના સંબંધીઓ દર્દીને સારવાર આપવા ઉતાવળ કરે છે, પોતાના દર્દીને પહેલા સારવાર માટે જીદ કરીને ક્યારેક ઉગ્ર બનીને મારામારી કરે છે. ત્યારે નર્સિગ સ્ટાફ દર્દીઓના સબંધીઓને શાંત કરવા તેમજ તેમને યોગ્ય જવાબ આપવાની પ્રાથમિક ફરજ નિભાવે છે. નર્સિગ સ્ટાફનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક દર્દી સમયસર અને સારી સારવાર મેળવીને સાજે થઈને ઘરે જાય.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
