તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
સુરતમાં ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયેલા વિસ્તારની શાળાઓમાં આજે સવારની પાળી રદ : જિલ્લા શિક્ષણાધિકારીનો મહત્વનો પરિપત્ર
વિદ્યાર્થીઓની સલામતી પ્રથમ : મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે લાગુ : અંતિમ નિર્ણય શાળા સંચાલન અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે ચર્ચા કરીને લેવાનો રહેશે

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૨૨ : સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપીને સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરત દ્વારા આજે તા. 22/07/2026 બુધવાર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ આજે તમામ સંચાલકશ્રી/આચાર્યશ્રી*, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને આંગણવાડીઓ માટે "સુધારા પરિપત્ર" જાહેર કર્યો છે.
પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે "મહાનગરપાલિકા/નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં વરસાદ વધુ છે અને પાણીનો ભરાવો થયેલ છે તેવા વિસ્તારોમાં આવેલી શાળાઓમાં આજે સવારની પાળીમાં રજા આપવામાં આવે. જ્યારે બપોરની પાળી નિયમ મુજબ ચાલુ રહેશે."
આ સૂચના સુરત જિલ્લાની તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ માટે છે.સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ,નગરપાલિકા સંચાલિત શાળાઓ,ગ્રામ્ય વિસ્તારની સરકારી અને ખાનગી શાળાઓ,આંગણવાડીઓ.
જે વિસ્તારોમાં પાણીનો ભરાવો નથી ત્યાં શાળાઓ નિયમ મુજબ ચાલુ રહેશે. આ અંગેનો અંતિમ નિર્ણય શાળા સંચાલન અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે ચર્ચા કરીને લેવાનો રહેશે.
જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીની સંયુક્ત સહીથી આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ બાળકોને શાળાએ મોકલે અને શાળા તરફથી મળતી માહિતી પર ધ્યાન આપે.
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સત નજર રાખવામાં આવી રહી છે.

(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
