તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
રાજપીપળામાંથી મોટાભાગના રખડતા ઢોર પાંજરાપોળ મોકલી દેતા વાહન ચાલકો અને રાહદારીઓને મોટી રાહત
ઘણા વિરોધ બાદ પણ ચીફ ઓફિસરએ રખડતા જાનવરોને પાંજરાપોળ મોકલી આપતા લોકોમાં ખુશી:આટલા વર્ષોમાં કોઈપણ ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયાએ પરચો બતાવી અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા નગરપાલિકામાં હાલમાં નવા મહિલા ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયા મુકાયા છે અને તેમણે ચાર્જ સંભાળતાની સાથેજ પોતાની આવડત અને નિયમોનું પાલન કરવાની કામગીરી હાથ ધરી જેમાં ખાસ કરીને માર્કેટ રોડના વર્ષો જૂના દબાણો દૂર કર્યા, જ્યાં જ્યાં લાગ્યું ત્યાં દંડ પણ વસુલ કરી કડક શબ્દોમાં વેપારીઓને સૂચના આપી તેમજ સૌથી અગત્યની વાત એ કે આ મુખ્ય અધિકારી વૈશાલીબેન વરિયાએ આખા શહેરમાં લોકો માટે માથાનો દુઃખાવો બનેલા રખડતા ઢોરને એક બાદ એક ખાસ ટીમ દ્વારા પકડી નિયમ મુજબ પાંજરાપોળ મોકલી આપતા હાલ શહેર માં ગણ્યા ગાંઠ્યા જાનવર જોવા મળે છે.
જોકે રખડતા ઢોર મુખ્ય માર્ગ કે નાની નાની ગલીઓમાં મળ મૂત્રથી ગંદકી કરતા હતા અને ક્યારેક તો આખલા ધમાલ કરતા લોકોના પાર્ક કરેલા વાહનોને નુકશાન કે રાહદારીઓ ને પણ અડફટે લેતા હતા, આમ આ ઢોર લોકો માટે માથાનો દુઃખાવો બનેલ ગાયો કે આખલાઓ ને ખાસ ટીમ બોલાવી પકડી કરજણ અને ભરૂચ પાંજરાપોળમાં મોકલી આપતા લોકો ને રાહત મળી છે, જોકે હજુ ગણ્યા ગાંઠ્યા ઢોર ફરે છે પરંતુ આવનારા દિવસોમાં એને પણ પકડવામાં આવશે.
જાણવા મળ્યા મુજબ ઘણા વર્ષોથી માર્કેટ રોડ પર દબાણ અને રખડતા ઢોરનો ત્રાસ હતો અને એને ભૂતકાળમાં કોઇજ ચીફ ઓફિસર દૂર કરી શક્યા ન હતા ત્યારે આ મહિલા ચીફ ઓફિસર એ ચાર્જ સંભાળતા જ આ બંને તકલીફો દૂર કરતા લોકો તેમના વખાણ કરતા થાકતા નથી.
આ અધિકારી લાંબો સમય રાજપીપળા પાલિકા માં ફરજ બજાવે અને ભૂતકાળના અટવાયેલા બીજા કામો ની નિરાકરણ લાવે તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
