<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

પતિના મૃત્‍યુ બાદ સાસુ, સસરા અને જેઠ ભરણપોષણ ચૂકવવા જવાબદાર નથી

કોર્ટે મહિલાને સુરક્ષા આપતો પ્રોટેક્‍શન ઓર્ડર કર્યો : કાયદાકીય જવાબદારી કે આવકના પુરાવા વિના ભરણપોષણનો બોજો ન નાંખી શકાય

વડોદરા તા.૨૦: મંગળવાર પતિ સહિતના સાસરીયાઓ દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળીને મહિલાએ અદાલતમાં ડોમેસ્‍ટીક વાયોલન્‍સની ફરિયાદ દાખલ કરી હતી. જો કે, કેસની સુનાવણી દરમિયાન પતિનું મૃત્‍યું થતાં અદાલતે આ કેસમાં મહિલાને સુરક્ષા આપતો પ્રોટેક્‍શન ઓર્ડર કર્યો હતો. જ્‍યારે ભરણ-પોષણની માંગણી બાબતે અદાલતે ચૂકાદામાં નોંધ્‍યું હતું કે, પતિના મૃત્‍યુ બાદ સાસુ સસરા ભરણપોષણ ચૂકવવા માટે જવાબદાર નથી.

કેસની વિગત એવી છે કે, સુનંદાબહેન ગોયલ (નામ બદાયું છે) નામની મહિલાએ લગ્નજીવન દરમિયાન સાસરીયાઓ દ્વારા થતી શારીરિક અને ક માનસિક હેરાનગતિથી કંટાળીને વર્ષ ૨૦૨૪માં પતિ સસરા, સાસુ, જેઠ અને જેઠાણી સામે ઘરેલું હિસાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, વર્ષ ૨૦૦૫માં તેના લગ્ન અશોકભાઈ (નામ બદલ્‍યું છે) સાથે થયા હતા. શરૂઆતમાં તેમને સારી રીતે રાખવામાં આવ્‍યા હતા, પરંતુ બાદમાં સાસરીયાઓએ ચારિત્ર્ય પર શંકા કરી બાળકો તેમના પતિના ન હોવાના મહેલાં મારીને ક્રુરતા આચરી હતી.મહિલાએ તેના પતિને આડા સબંધ હોવાનું અને પતિની માસિક આવક ૭૦ હજાર હોવાનું જણાવી માસિક રૂા. ૧૫,૦૦૦ના ભરણ-પોષણની માંગણી કરી હતી. જ્‍યારે સામા પળે સાસરીયાઓએ આતથાય આરોપોને નકારી કાઢતા લેખિત જવાબ આપ્‍યો હતો કે અરજદાર મહિલા પોતે ઝઘડાળુ સ્‍વભાવની છે, ધરમાં અલગ રહે છે.સાસુ-સસરાનું સન્‍માન કરવાને બદલે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતી હતી.

કેસની સુનાવણી દરમિયાન અરજદાર મહિલાની પતિનું મોત થતા કેસમાંથી તેનું નામ કમી કરવામાં આવ્‍યું હતું. અદાલતે સાસરીયાઓને પુરાવા રજૂ કરવા અને અરજદારની ઊલટતપાસ કરવા માટે પૂરતી તકી આપી હોવા છતાં તેઓ હાજર ન રહેતા અદાલતે કેસમાં તેમનો પુરાવાની અને ઊલટતપાસનો હક બંધ કર્યો હતો.

 

(10:15 AM IST)