તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
વડોદરામાં કાર ચાલકે એક્ટિવા પર સવાર માતા-પુત્રીને અડફેટે લેતા માતાને ગંભીર ઈજા: કારચાલક ફરાર
ગુરુકુળ ચાર રસ્તાથી વાઘોડિયા તરફ જતા માર્ગ પર બેફામ કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો :સ્થાનિકોએ કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરી

વડોદરામાં ગુરુકુળ ચાર રસ્તાથી વાઘોડિયા તરફ જતા માર્ગ પર બેફામ કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે એક્ટિવા પર સવાર માતા-પુત્રીને અડફેટે લેતા માતાને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરી છે. સમગ્ર મામલે પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
