<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ડેડીયાપાડાના મોટી કાલબી ગામ શોકમાં ગરકાવ: મેડિયાસાગ નજીક અકસ્માત :મોટરસાઇકલ પર સવાર ત્રણ યુવકોના મોત

એકસાથે ત્રણ યુવકોના મોતના સમાચારથી પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મોટી કાલબી ગામના ત્રણ યુવકો મોટરસાઇકલ પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે મેડિયાસાગ ગામ નજીક તેઓ અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.

 

મળતી પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત એટલો ગંભીર હતો કે મોટરસાઇકલ પર સવાર ત્રણેય યુવકોના મોત થયા છે. જોકે અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે અંગેની વધુ વિગતો સત્તાવાર તપાસ બાદ સામે આવી શકે છે.અકસ્માની ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. અકસ્માત બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

મેડિયાસાગ ગામ નજીક બનેલી આ ઘટનામાં ત્રણ યુવકોના મોતથી મોટી કાલબી ગામમાં શોકનો માહોલ છવાયો છે. એકસાથે ત્રણ યુવકોના મોતના સમાચારથી પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

 

 

અકસ્મતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડેડીયાપાડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે.

 

હાલમાં અકસ્માતની ચોક્કસ કારણો અંગેની વિગતો સ્પષ્ટ થઈ નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અકસ્માતનું કારણ, વાહનની સ્થિતિ અને અન્ય સંજોગો અંગે તપાસ બાદ વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.

(11:45 PM IST)