તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 27th July 2026
રાજપીપળા કાલાઘોડા પાસે પાર્ક કરેલી મોટરસાઇકલની ઉઠાંતરી
માલીકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના કાલાઘોડા વિસ્તારમાં પાર્ક કરેલી બાઇકની કોઈક ચોરી કરી જતા માલિકે ફરિયાદ આપી છે.
મળતી વિગતો અનુસાર યુવરાજસિંહ વિજયસિંહ બારડ ધંધો. ખાનગી નોકરી (રહે.શહેરાવ બારડફળીયુ તા.નાંદોદ જિ.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ રાજપીપળા કાલાઘોડા પાસે આવેલ ભાથીજી મહારાજ મંદિરની પાછળ પોતાની મોટર સાયકલ રજી નં.GJ-06-AR-0912 જેની કિં.રૂ. ૨૦૦૦૦/- ની તા.૨૦/૦૭/૨૦૨૬ ના રોજ પાર્ક કરી પોતાની નોકરી ઉપર ગયેલ અને બીજા દિવસે તા.૨૧/૦૭/૨૦૨૬ પરત આવી મોટર સાયકલ મુકેલ તે જગ્યા ઉપર પોતાની મો.સા મળી આવેલ નહી જે મો.સા કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઈ જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
