તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
રાજ્યમાં TET પરીક્ષા મુક્તિ માટે આંદોલન બીજા તબક્કામાં
શિક્ષકો અને સંગઠનના હોદ્દેદારો રાજ્યના તમામ સાંસદો નો રૂબરૂ સંપર્ક સાધીને વ્યાપક સમર્થન અભિયાન ચલાવશે

અમદાવાદ : રાજ્યમાં TET પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માટે શિક્ષકો અને ઉમેદવારો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનું હવે બીજું ચરણ શરૂ થવા જઈ રહ્યું છે. આગામી 23 જૂનથી શરૂ થઈને 5 જુલાઈ સુધી ચાલનારા આ બીજા તબક્કાના આક્રમક આંદોલન અંતર્ગત શિક્ષકો અને સંગઠનના હોદ્દેદારો રાજ્યના તમામ સાંસદો નો રૂબરૂ સંપર્ક સાધીને વ્યાપક સમર્થન અભિયાન ચલાવશે. આ રણનીતિના ભાગરૂપે તમામ રાજકીય નેતાઓ અને જનપ્રતિનિધિઓ પાસે આ માગણીના સમર્થનમાં વ્યક્તિગત ભલામણ પત્રો (સમર્થન પત્ર) મેળવવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેથી સરકાર પર વહીવટી દબાણ લાવી શકાય.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
