<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

સાંસદ દેવુસિંહને ડોક.ટરેટની પદવીઃ વડતાલધામમાં સન્‍માન

સન્‍માન પ્રજાજનોને અર્પણ કરતા સાંસદઃ વડતાલધામ સંસ્‍થાની પ્રવૃતિની પ્રશંસા વડતાલધામ સંસ્‍થા દ્વારા ખેડા લોકસભા ક્ષેત્રના સભ્‍ય ભાજપના શ્રી દેવુસિંહ ચૌહાણનું આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, શ્રી દેવપ્રકાશ સ્‍વામી, શ્રી નૌતમ સ્‍વામી, શ્રી સંત વલ્લભસ્‍વામી, શ્રી શુકદેવ સ્‍વામી વગેરેના હસ્‍તે સન્‍માન કરાયેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૮: વડતાલધામ મુકામે સહજાનંદી બાળ યુવા શિબિરના દશાબ્‍દી મહોત્‍સવ પ્રારંભ  અવસરે ખેડાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણએ દેવ આચાર્ય સંતોના આશીર્વાદ મેળવ્‍યા હતા. મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ હરિકળષ્‍ણ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવીને ડોકટરેટ પદવી ભગવાનને અર્પણ કરી હતી. (દેવુસિંહનો મો. ૯૭ર૭૬ ૭૭૭૯૯)

સંસ્‍થા દ્વારા અભિવાદનનો પ્રતિભાવ આપતા શ્રી દેવુસિંહજીએ જણાવ્‍યું હતું કે, આ સન્‍માનને લાયક બનું એવા આશીર્વાદ આપજો. આ સન્‍માન મારા જીલ્લાના નાગરિકોને અર્પણ કરું છું.. વડતાલ સંસ્‍થાએ બાળ ઘડતરનું વિરાટ કાર્ય કર્યું છે.. સંસ્‍થાની સેવા પ્રવળત્તિઓમાં સહભાગી થવાનું સૌભાગ્‍ય મને મળતુ રહે છે ..

આ પ્રસંગે વડતાલ ગાદીના  આચાર્યશ્રી શ્રીરાકેશપ્રસાદજી મહારાજ ઉપસ્‍થિત રહી દેવુસિંહજી સાથે શિબિરના દીપ પ્રાગટયના સહભાગી થયા હતા. વડતાલ મંદિરના મુખ્‍ય કોઠારીશ્રી દેવપ્રકાશ સ્‍વામી, શ્રી નૌતમ સ્‍વામી અને શુકદેવ સ્‍વામીએ ટ્રસ્‍ટીશ્રી તેજસભાઈ તથા અર્પિતભાઈ સાથે હાર - ખેસ - પાઘ પહેરાવીને વિશિષ્ટ અભિવાદન કર્યું હતુ .. અને દરેક જીલ્લા બાળકો સાથે ડો સંત સ્‍વામી અને શુકદેવ સ્‍વામીએ માણકી પર મહારાજ - મોમેન્‍ટો આપીને અભિવાદન કર્યું હતું..

આ પ્રસંગે પૂજ્‍ય ગોવિંદ સ્‍વામી મેતપુર - પૂજ્‍ય શ્રીવલ્લભ સ્‍વામી, પૂજ્‍ય હરિઓમ સ્‍વામી વગેરે સંતો ઉપસ્‍થિત રહ્યા હતા અને સમગ્ર વ્‍યવસ્‍થા સંસ્‍થાના યુવકોએ કરી હતી.

(3:43 PM IST)