<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

મુન્‍દ્રા ૨૧ હજાર કરોડનો ચકચારી ડ્રગ્‍સ કેસઃ ૭૪ કરોડનું પાકિસ્‍તાન અફઘાનિસ્‍તાનના આતંકીઓને ટેરર ફંડીંગ

એજન્‍સીઓની જોઇન્‍ટ સર્ચમાં મુન્‍દ્રામાં કસ્‍ટમ એજન્‍ટની ભૂમિકાની ઊંડી તપાસ જરૂરી, ડ્રગ્‍સના રૂપિયામાંથી દિલ્‍હીમાં હાઈપ્રોફાઇલ નાઇટ ક્‍લબો, હોટલોની ક્‍લબોમાં રોકાણ, કબીર તલવાર સાથે ભાગીદાર સુહેલ અહેમદ અને દુબઈ કનેક્‍શન ખુલ્‍યું, તપાસમાં નીકળનાર ગુનેગારો સામે દેશદ્રોહનો ગુનો રજીસ્‍ટર કરવાની જરૂરત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૬: વર્ષ ૨૦૨૧ માં કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ ઉપર સેમી ટેલ્‍કમ પાઉડરના નામે ૨૧ હજારના ઝડપાયેલ ડ્રગ્‍સ કૌભાંડમાં ૫ વર્ષ બાદ કડક કાર્યવાહીની જરૂર છે. દેશના ગદ્દારોને ટેકો આપનાર તમામ ગુનેગારોને જંગી જથ્‍થામાં ડ્રગ્‍સ ઘૂસાડી દેશના યુવાધનને નશાને હવાલે કરનારાઓ સામે દેશદ્રોહની કલમો લગાડી બિન જામીનપાત્ર ગુના હેઠળ કારાવાસમાં ધકેલી દેવા જોઈએ.

હાલમાં ઈડી એ ૬ સ્‍થળોએ દરોડા પાડી દિલ્‍હીના મુખ્‍ય આરોપી કબીર તલવારની અટક કરી છે. પરંતુ આ કેસમાં મળેલી માહિતી ચોંકાવનારી છે ૭૪ કરોડ રૂપિયાનું ટેરર ફંડિંગ અફઘાન અને પાકના આતંકીઓને અપાયું છે. મેજન્‍ટ ઇન્‍ડિયા કંપનીના નામે મુન્‍દ્રા મંગાવાયેલ ડ્રગ્‍સનો જથ્‍થો ક્‍લીયર કરાવનાર કસ્‍ટમ એજન્‍ટ ઉપરાંત એ સમયના કસ્‍ટમ અધિકારીઓની ઊંડી તપાસ કરવી જોઈએ. ઇન્‍ટરનેશનલ ડ્રગ્‍સ રેકેટના રૂપિયા દિલ્‍હીની હાઈપ્રોફાઈલ ક્‍લબોમાં તેમ જે ફાઈવ સ્‍ટાર હોટેલની ક્‍લબોમાં રોકાણ કરાયા છે. આનું કનેક્‍શન દિલ્‍હીના સુહેલ અહેમદ ઉપરાંત દુબઈના વિતાયશ કોસર ઉર્ફે રાજુ દુબઈ સાથે જોડાયેલા છે. ઈડી સાથે એનઆઈએ ઉપરાંત અન્‍ય સુરક્ષા એજન્‍સીઓ સયુંક્‍ત તપાસ કરે તો વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. શકમંદોની મિલકતોની ઈન્‍કમટેક્‍સ દ્વારા તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ.

(10:40 AM IST)