તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
વડોદરાના અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કાફલાએ ત્રાટકીને કાસમઆલા કબ્રસ્તાનની આસપાસ ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર ધડાકાભેર બુલડોઝર ફેરવી દીધું:કાળમુખા પ દબાણકર્તાઓમાં મચી ગઈ ભયાનક સનસનાટી
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રનો સપાટો:ગેરકાયદે બાંધકામો અને દબાણો જમીનદોસ્ત થતાં જ ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા કાસમઆલા કબ્રસ્તાન પંથકમાંથી દબાણ હટાવો ઝુંબેશનો એક અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! કાસમઆલા કબ્રસ્તાનની આસપાસના સરકારી અને જાહેર રસ્તાની જમીનો પર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે પાકા-કાચા દબાણો, દુકાનો અને કેબિનો ખડકી દેવામાં આવ્યા હતા, જેના કારણે વારંવાર વાહનોની અવરજવરમાં ભારે અડચણ અને કાયદા-વ્યવસ્થાની સ્થિતિ વણસવાનો ભય તોળાતો હતો.
કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આજે સંવેદનશીલ વિસ્તાર કાસમઆલા કબ્રસ્તાન અને ભૂતડી ઝાંપાની આસપાસમાંથી ઘેર કાયદે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને રૂપિયા 25,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
વોર્ડ 7 ના વોર્ડ ઓફિસર રિતેશ સોલંકી અને વોર્ડના અન્ય સ્ટાફ, કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફને સાથે રાખી કાસમઆલા કબ્રસ્તાન મુખ્ય રોડ પર ભંગાર વાળાના તેમજ અન્ય દબાણો દૂર કરી કુલ 2 ટ્રક સમાન અને 1 ફોર વ્હીલર કાર જમા લીધી તેમજ ગંદકી બદલ 25,000 નો દંડ તેમજ બિનઅધિકૃત પાર્કિંગ બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા ઓનલાઈન મેમો આપવાની કામગીરી કરવામાં આવી હતી.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
