તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
ધોળકાના ચલોડા પાસે કરાયેલ શિક્ષિકાની હત્યાનો ભેદ ઉકેલાયો :ઘર કંકાસને લઈને પતિએ જ પતાવી દીધી હતી
શિક્ષિકા સરકારી કામકાજના સમય પર હતી, તે દરમિયાન જ પતિ હત્યા કરીને ફરાર થઈ ગયો

અમદાવાદ જિલ્લાના ધોળકા ગ્રામ્યમાં શિક્ષિકાની હત્યાનો ભેદ ખૂલ્યો છે. ઘર કંકાસને લઈને શિક્ષિકાના પતિએ જ પતાવી દીધી હતી. રીના ઝાલા નામની શિક્ષિકાની વસ્તી ગણતરીના કામકાજમાં હતી. પતિ બળદેવ ઝાલાએ પત્ની રીનાની હત્યા કરી દીધી હતી શિક્ષિકા સરકારી કામકાજના સમય પર હતી, તે દરમિયાન જ પતિ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. ઘર કંકાસમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે . ધોળકાના ચલોડા ગામ પાસે શિક્ષિકા હત્યા કરેલી લાશ મળી હતી. ધોળકા ગ્રામ્ય પોલીસે પતિની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
