તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
મહેસાણાના થાંગણા ગામને પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા :4 શખ્સો સામે ગુનો નોંધાયો
પ્રેમિકાના પરિવારજનોએ તેને પકડીને ઝાડ સાથે બાંધી ત્યારબાદ ધોકા સહિતનાં હથિયારોથી યુવકને માર મારવામાં આવ્યો

મહેસાણા જિલ્લાના થાંગણા ગામે પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે યુવક પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો, જ્યાં પ્રેમિકાના પરિવારજનોએ તેને પકડીને ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ ધોકા સહિતનાં હથિયારોથી યુવકને માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકની હત્યા પાછળના સંજોગો અને ઘટનામાં સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
