તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
સાયલાના ઓવનગઢ ગામના યુવાનની હત્યા કેસનો ભેદ ઉકેલાયો : પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા
નવરાત્રી દરમિયાન થયેલા ઝઘડાની અદાવત રાખીને સમાધાનના બહાને બોલાવી દારૂ પીવડાવ્યા બાદ લાકડાના ધોકા વડે બેફામ માર મારીને ફરાર થઈ ગયા હતા

સાયલાના ઓવનગઢ ગામના એક યુવાનની નીંભની ડેમની પાળ પર થયેલી હત્યાના પ્રકરણમાં સાયલા પોલીસે ગણતરીના કલાકોમાં જ મોટી સફળતા મેળવીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. અગાઉ નવરાત્રી દરમિયાન થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ સમાધાનના બહાને યુવાનને બોલાવ્યો હતો અને તેને દારૂ પીવડાવ્યા બાદ લાકડાના ધોકા વડે બેફામ માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા, જેના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ક્રૂર હત્યાને અંજામ આપનાર તમામ ત્રણેય આરોપીઓને સકંજામાં લીધા છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
