<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ભૂંડ પકડવા આવેલા વ્યક્તિનું મોત થતા ખૂનનો ગુનો દાખલ

ગરૂડેશ્વર મેઈન રોડ પર વડોદરાથી ભૂંડ પકડવા આવેલ યુવાનને સ્થાનિક વ્યક્તિઓએ માર મારતા સારવાર દરમિયાન મોત

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે ભૂંડ પકડવા આવેલા વ્યક્તિને માર મારી હત્યા કરનાર સામે ગુનો દાખલ થયો છે
    પ્રાપ્ત માહિતી અનુસાર સચીનસીંગ શીવાસીંગ સીકલીગર (રહે.વારસીયા ખાડી તલાવડી, કુંભારવાડા, વડોદરા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તા.૦૨/૦૬/૨૦૨૬ ના રાત્રીના સમયે મરનાર તેમના નાના ભાઈ  અર્જુનસીંગ શીવાસીંગ સીકલીગર (લવારીયા) (ઉ.વ.૧૯ )( રહે.વારસીયા ખાડી તલાવડી, કુંભારવાડા, વડોદરા શહેર તા.જી.વડોદરા )નાઓ ફરીયાદી તેમજ તેમના ફોઈના છોકરા સાથે કાળા કલરની સ્કોરપીઓ ગાડી નં.GJ-06-BA-3751 ની લઈને નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ગામ તરફ ભૂંડ પકડવા માટે આવેલ હતા તે વખતે રાત્રીના આશરે સાડા અગીયારથી બારેક વાગ્યાના અરસામાં હરવીન્દર ઉર્ફે હરબુ ગુરમુખસીંગ સીકલીગર (રહે. ગરૂડેશ્વર તા.ગરૂડેશ્વર જી.નર્મદા) તથા તેની સાથે બે અજાણ્યા ઈસમોએ ભુંડ પકડવા આવેલ તેની રીસ રાખી હરવીન્દર ઉર્ફે હરબુ ગુરમુખસીંગ સીકલીગર નાએ તેના હાથમાની લોખંડની પાઈપ વડે ગાડીની અંદર બેઠેલ મરનાર અર્જુનસીંગને માથાના ભાગે મારી તેની સાથેના બે અજાણ્યા શખ્શોએ છુટા પથ્થર વડે મારી મરનારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી ગુનો કરતા ગરૂડેશ્વર પોલીસે હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:18 PM IST)