તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 16th November 2026
દહેગામના અંગુથલા ગામે નવજાત બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો: માતા અને પ્રેમીની ધરપકડ
સમાજમાં બદનામીના ડરથી આઘાતજનક પગલું: પ્રેમીએ જ નવજાત બાળકીનું ગળું દબાવીને તેને કોતરમાં ફેંકી દીધી

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અંગુથલા ગામે ગૌચરના કોતરમાંથી એક દિવસની નવજાત બાળકી અસહ્ય હાલતમાં મળી આવી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સમાજમાં બદનામીના ડરથી આઘાતજનક પગલું ભરવામાં આવ્યું હતું. પોલીસે આ પ્રકરણમાં ગણતરીના કલાકમાં જ ભેદ ઉકેલીને ૨૧ વર્ષીય માતા અને ૩૨ વર્ષીય પ્રેમીની ધરપકડ કરી લીધી છે. પોલીસના દાવા મુજબ પ્રેમીએ જ નવજાત બાળકીનું ગળું દબાવીને તેને કોતરમાં ફેંકી દીધી હતી. દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 93, 103(1) અને 54 હેઠળ ગુનો નોંધીને આ સમગ્ર મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
