<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

“મારો પુત્ર સુસાઈડ કરે તેવો ન હતો:સુરત સિવિલના રેસિડન્ટ તબીબના આપઘાત કેસમાં પિતાએ ઉઠાવ્યા સવાલ

પિતાએ જણાવ્યું કે અમે CCTV માગ્યા હતા, પરંતુ હજુ સુધી બતાવવામાં આવ્યા નથી. તેના એક હાથમાં ખૂબ જ ઊંડો ઘા છે અને બે હાથમાં ઘા મારી કોઈ આપઘાત કરે તેવી શક્યતા ઓછી છે

સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબના આપઘાતના કેસમાં મૃતકના પિતાએ સમગ્ર ઘટનાને લઈને સવાલો ઉઠાવ્યા છે. પિતાએ જણાવ્યું કે, “મારો પુત્ર સુસાઈડ કરે તેવો ન હતો. તેણે ગઈકાલે સવારે જ પરિવારજનો સાથે વાત કરી હતી. અમે CCTV માગ્યા હતા, પરંતુ હજુ સુધી બતાવવામાં આવ્યા નથી. તેના એક હાથમાં ખૂબ જ ઊંડો ઘા છે અને બે હાથમાં ઘા મારી કોઈ આપઘાત કરે તેવી શક્યતા ઓછી છે. પરીક્ષાનું રિઝલ્ટ ખરાબ આવ્યું હોય તો પણ તે આત્મહત્યા કરે તેવી શક્યતા ઓછી છે.” મૃતકના પિતાએ તબીબનો સ્વભાવ સરળ હોવાનું જણાવી સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવે તેવી માંગ કરી છે

(6:56 PM IST)