<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

નૅક પેકેજિંગ લિમિટેડનો આઈપીઓ બુધવારે ખુલશે રૂ. ૧૬૧ થી રૂ. ૧૭૦નો પ્રાઇઝ બેન્‍ડ

(કેતન ખત્રી) અમદાવાદ : નૅક પેકેજિંગ લિમિટેડ તેના પ્રત્‍યેક રૂ. ૧૦ની ફેસ વેલ્‍યૂ ધરાવતા ઇક્‍વિટી શેર્સનો આઈપીઓ બુધવાર, ૧ જુલાઈના રોજ ખુલ્લો મૂકવાની દરખાસ્‍ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, ૩ જુલાઈ છે. એન્‍કર ઇન્‍વેસ્‍ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, ૩૦ જૂન રહેશે. આ ઓફર માટેનો પ્રાઇસ બેન્‍ડ પ્રત્‍યેક રૂ. ૧૦ની ફેસ વેલ્‍યુના ઇક્‍વિટી શેર માટે રૂ. ૧૬૧ પ્રતિ ઇક્‍વિટી શેરથી રૂ. ૧૭૦ પ્રતિ ઇક્‍વિટી શેર નક્કી કરવામાં આવ્‍યો છે.

એમ્‍પ્‍લોઇ રિઝર્વેશન પોર્શનમાં અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રતિ રૂ. ૧૦ની ફેસ વેલ્‍યૂના ઇક્‍વિટી શેર દીઠ રૂ. ૧૬નું ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે. રૂ. ૧૦ ફેસ વેલ્‍યૂ ધરાવતા ઓછામાં ઓછા ૮૮ ઇક્‍વિટી શેર માટે અને ત્‍યારબાદ તેના ૮૮ શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે. આ ઓફરમાં રૂ. ૩,૮૦૦.૦૦ મિલિયન સુધીના મૂલ્‍યના ઇક્‍વિટી શેરના ફ્રેશ ઇશ્‍યૂ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો દ્વારા ૩૫,૦૦,૦૦૦ સુધીના ઇક્‍વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે. જેમાં શ્રી અલ્‍પેશ તુલસીભાઈ પટેલ દ્વારા ૬,૭૫,૭૫૦ સુધીના ઇક્‍વિટી શેર, શ્રી પ્રવીણકુમાર અંબાલાલ પટેલ દ્વારા ૩,૦૦,૦૦૦ સુધીના ઇક્‍વિટી શેર અને શ્રી રશ્‍મિનભાઈ તુલસીભાઈ પટેલ દ્વારા ૬,૭૫,૭૫૦ સુધીના ઇક્‍વિટી શેર સમાવિષ્ટ છે. આ ઉપરાંત પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરહોલ્‍ડર્સ દ્વારા સામૂહિક રીતે ૧૫,૬૧,૦૦૦ સુધીના ઇક્‍વિટી શેર અને અન્‍ય એક વેચાણકર્તા શેરધારક દ્વારા ૨,૮૭,૫૦૦ સુધીના ઇક્‍વિટી શેર ઓફર કરવામાં આવશે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે. 

(11:49 AM IST)