News of Monday, 16th November 2026
વડોદરામાં ‘નલ સે જલ યોજના’ : સાવલીના ટુંડાવ-શુભેલાવ રોડ પરની ખાનગી કંપની દ્વારા પાણીની લાઇનમાંથી કનેક્શન લેવાયુ હોવાનો આક્ષેપ
યોજનામાં ખાનગી કંપનીને કનેક્શન આપી શકાય નહીં. જેને પગલે ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માગ કરી

વડોદરામાં ‘નલ સે જલ યોજના’ના પાણીના કનેક્શનને લઈને વિવાદ સામે આવ્યો છે. સાવલીના ટુંડાવ-શુભેલાવ રોડ પર આવેલી એક ખાનગી કંપની દ્વારા સરકારી યોજનાની પાણીની લાઇનમાંથી કનેક્શન લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, પાણીની લાઇન ખોદીને ખાનગી કંપની સુધી પાણી પહોંચાડવામાં આવતું હતું
‘નલ સે જલ યોજના’નો હેતુ લોકોને પીવાનું પાણી પૂરું પાડવાનો છે, ત્યારે સરકારી યોજનાના પાણીનો ખાનગી કંપની દ્વારા ઉપયોગ થતો હોવાના આક્ષેપથી રોષ ફેલાયો છે. નિયમ મુજબ આ યોજનામાં ખાનગી કંપનીને કનેક્શન આપી શકાય નહીં. જેને પગલે ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
