<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

વિરમગામમાં તાંત્રિક વિધિના નામે રૂ. 62 લાખની ઠગાઈ:ત્રણ શખ્સોએ પૂર્વજોએ ઘરમાં 32 કિલો સોનું દાટ્યું હોવાનું કહીને છેતરપિંડી આચરી

આરોપીઓએ ખાડો ખોદાવી પોટલામાં રૂ. 31 લાખ રોકડા મુકાવ્યા ત્યારબાદ રોકડ ભરેલું પોટલું બદલી તેમાં નકલી નોટોનું પોટલું મૂકી દીધું:રૂમ ન ખોલવા અને ભગવાનનો કોપ ઉતરવાની ધમકી પણ આપી

અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાં તાંત્રિક વિધિના નામે રૂ. 62 લાખની ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ શખ્સોએ પૂર્વજોએ ઘરમાં 32 કિલો સોનું દાટ્યું હોવાની લાલચ આપીને છેતરપિંડી આચરી હતી. સોનું કાઢી આપવાના બહાને આરોપીઓએ ખાડો ખોદાવી પોટલામાં રૂ. 31 લાખ રોકડા મુકાવ્યા હતા. ત્યારબાદ રોકડ ભરેલું પોટલું બદલી તેમાં નકલી નોટોનું પોટલું મૂકી દીધું હતું. એટલું જ નહીં, રૂમ ન ખોલવા અને ભગવાનનો કોપ ઉતરવાની ધમકી પણ આપી હતી. આ મામલે વિજયપુરી ગોસ્વામીએ વિરમગામ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિરમગામના એક અને મહેસાણાના બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:42 PM IST)