News of Monday, 6th July 2026
નાનાપોંઢા..૨ ઇંચ, કપરાડા અને ધરમપુર ૧.૫ ઇંચ, વાપી અને વલસાડ ૧ ઇંચ વરસાદ
દક્ષિણ ગુજરાતને નિશાન બનાવતા મેઘરાજા : સવારે ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં : પાલઘર રેલવે ટ્રેક પાસે પાણી ભરાતા અપ અને ડાઉન લાઇનના ટ્રેન વ્યવહારને અસર : વંદેભારત, અગસ્ત ક્રાંતિ, રાજધાની સહીતની અનેક ટ્રેનો ૧ થી ૬ કલાક લેઇટ કેટલીક ટ્રેન રદ કરાશે

(જીતેન્દ્ર રૂપારેલિયા..) વાપી : મેઘરાજાએ આજે સવારથી વલસાડ જીલ્લાને જાણે નિશાન બનાવ્યો હોય તેમ અનરાધાર વરસી રહ્યા છે.
મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક ઉપર પાણી ભરાતા અપ અને ડાઉન લાઇનના ટ્રેન વ્યવહારને ભારે અસર થવા પામી છે. વંદે ભારત, અગસ્ત ક્રાંતિ રાજધાની સહીતની કેટલીય ટ્રેનો લેટ થતા જે તે સ્ટેશન ઉપર અફડા તફડા મચી જવા પામી છે, કેટલીક ટ્રેન રદ કરવાની પણ ફરજ પડી રહી છે.
મહારાષ્ટ્રના ભારે વરસાદને પગલે મુંબઈ.. પુણે એક્સપ્રેસ વે બંધ કરાયો છે. જેને પગલે પ્રજાજનો અટવાયા છે. એક બાજુ રેલ વ્યવહાર ને ખોરવાયો છે તો બીજી બાજુ ધોરીમાર્ગો ને પણ અસર થવા પામી છે.
ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્યાથી લઈને બપોરના ૧૨ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો નાનાપોંઢા ૫૮ મિમી, કપરાડા ૩૬ મિમી, ધરમપુર ૩૧ મીમી, વાપી ૨૯ મીમી, વલસાડ ૨૮ મીમી, ચીખલી ૨૨ ડાંગ ૨૧ મીમી, પારડી ૨૧ મીમી , ખેરગામ ૯ મીમી અને ઓલપાડ ૮ મીમી વરસાદ નોંધાયો છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
