<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

નારાયણા કોચિંગ સેન્‍ટર્સ, અમદાવાદનું જેઇઇ મેઇનનું શાનદાર પરિણામ

સીટી રેન્‍ક ૧ અને ૨, ગુજરાત ગર્લ્‍સ ટોપર ટોપ ૫૦૦ AIR માં ૪ વિદ્યાર્થીઓ

અમદાવાદ : નારાયણા કોચિંગ સેન્‍ટર્સ, અમદાવાદ દ્વારા જેઇઇ મેઇનમાં અતિઉત્તમ પ્રદર્શન નોંધાવ્‍યું છે. સિટી ટોપ રેન્‍ક સાથે અનેક રાષ્‍ટ્રીય સ્‍તરની સિદ્ધિઓ મેળવી છે. સીટી રેન્‍ક-૧ સાન્‍વી પાટીદાર (AIR 162) - ગુજરાત રાજ્‍ય ગર્લ્‍સ ટોપર, સીટી રેન્‍ક-૨ - આદિત્‍ય ઠાકુર (AIR 230), ૪ વિદ્યાર્થી ટોપ ૫૦૦ AIR માં, ૬ વિદ્યાર્થી  ટોપ૧૦૦૦ AIR માં, ૨ વિદ્યાર્થીઓએ વિષયવાર ૧૦૦ પર્સેન્‍ટાઇલ પ્રાપ્ત કર્યા, ૩૧ વિદ્યાર્થીઓએ ૯૯ પર્સેન્‍ટાઇલ અને તેથી વધુ સ્‍કોર કર્યો.

સાન્‍વી પાટીદારે માત્ર અમદાવાદ સિટી ટોપર તરીકે જ નહીં પરંતુ ગુજરાત રાજ્‍યની ગર્લ્‍સ ટોપર તરીકે પણ ગૌરવ મેળવ્‍યું છે. ટોપ ૫૦૦ અને ટોપ૧૦૦૦ ઓલ ઇન્‍ડિયા રેન્‍કમાં મજબૂત પ્રતિનિધિત્‍વ તેમજ 99+ પર્સેન્‍ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની ગુણવત્તાનો પુરાવો આપે છે. ઉપરાંત, બે વિદ્યાર્થીઓએ વિષયવાર ૧૦૦ પર્સેન્‍ટાઇલ પ્રાપ્ત કરીને વિષય નિપુણતા તથા પ્રશિક્ષણ પર મજબૂત પકડ દર્શાવી છે. સંસ્‍થાના નિર્દેશક, ડૉ. પી. સિંધુરાએ જણાવ્‍યું કે : ‘‘અમદાવાદ અને સુરત બંને સેન્‍ટરોમાં મળેલી ઉત્‍કળષ્ટ સફળતા અમારા  માટે ગૌરવ સમાન છે. (તસ્‍વીર : કેતન ખત્રી, અમદાવાદ) 

(2:18 PM IST)