હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
મહેસાણાની નવરચિત બેચરાજી નગરપાલિકાના પ્પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલ અને ઉપ પ્રમુખ તરીકે હંસાબેન ભરવાડની વરણી
કારોબારી અધ્યક્ષ તરીકે મુકેશ શાહની પસંદગી :દંડક તરીકે કનૈયાલાલ રાવલ અને પક્ષના નેતા તરીકે મનુજી ઠાકોરના નામો જાહેર

મહેસાણા જિલ્લાની નવરચિત બેચરાજી નગરપાલિકાના આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે હંસાબેન ભરવાડના નામ પર મહોર મારવામાં આવી છે. આ ઉપરાંત, સ્થાનિક સંગઠન દ્વારા કારોબારી અધ્યક્ષ તરીકે મુકેશ શાહની પસંદગી કરાઈ છે, તેમજ દંડક તરીકે કનૈયાલાલ રાવલ અને પક્ષના નેતા તરીકે મનુજી ઠાકોરના નામો જાહેર કરવામાં આવ્યા છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
