તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
વડોદરા ખાતે નિર્મિત રૂ. ૧૫૦ કરોડના ખર્ચે તૈયાર ‘સરદારધામ-૩' નું લોકાર્પણ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થશે

અમદાવાદઃ સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે વડોદરા ખાતેનિર્માણ પામેલ આધુનિક અને સુવિધાસભર ‘‘સરદારધામ-૩''નું લોકાર્પણ સમારોહ તા. ૧૧ મે સોમવારે યોજાનાર છે. સરદારધામ સંસ્થા દ્વારા શિક્ષણ અને સમાજ સેવાના ક્ષેત્રમાં વધુ એક સીમાચિホ સ્થાપિત કરવામાં આવ્યું છે.વડોદરા ખાતે અંદાજે રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ૨૦૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ‘સરદારધામ-૩' હોસ્ટેલ તૈયારકરવામાં આવી છે. આ સંકુલનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ગળહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે.પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા, મધ્ય ગુજરાત ઝોન પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, કાર્યક્રમના ઈનચાર્જગોરધનભાઈ ઝડફિયા તથા ઉપપ્રમુખ નટુભાઈ પટેલે વડોદરામાં તૈયાર થયેલું ‘સરદારધામ-૩' માત્ર હોસ્ટેલ નથી,
પરંતુ એક સર્વાંગી વિકાસ કેન્દ્ર છે. આ સંકુલમાં સરદાર સાહેબની વિશાળ પ્રતિમા અને સમાજ સેતુ ભવન મુખ્ય આકર્ષણ છે. અહીં ૨૦૦૦ વિદ્યાર્થીઓ માટે અધ્યતન હોસ્ટેલ અને ઇન્સ્ટિટયૂટ સાથે ટ્રસ્ટી એનઆરઆઇ વિશ્રામગળહની સુવિધા પણઉપલબ્ધ કરાવવામાં આવી છે. શૈક્ષણિક અને કારકિર્દીના વિકાસ માટે અહીં જીપીએસસી/યુપીએસસી(સિવિલ સર્વિસ) કેન્દ્ર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, અને વિવિધ વિષયો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. (તસ્વીરઃ કેતન ખત્રી-અમદાવાદ)
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
