હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 19th May 2026
નર્મદા: દિકરાના લગ્નમાં વ્યસ્ત પરિવારના રહેણાક મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી બળી જતા નુકશાન

(ભરત શાહ દ્વારા )નર્મદા;નર્મદા જિલ્લાના દેડીયાપાડા થાણા ફળીયા માં રહેણાક મકાન માં આગ લાગતા ઘરનો તમામ સામાન બળી જતા લગ્ન માં વ્યસ્ત પરિવાર મુશ્કેલીમાં મુકાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સવિતાબેન ભારજીભાઈ વસાવા ( રહે.દેડીયાપાડા થાણા ફળીયુ) નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ ગતરાત્રીના સમયગાળા દરમ્યાન તેમના કુંટુંબીજનો તથા સગા સબંધીઓ સાથે તેઓ પોતાના બે છોકરાના લગ્ન પ્રસંગમાં હોય અને નાચગાન ચાલતુ હતુ તે વખતે રાત્રીના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં તેમના રહેણાંક ઘરમાં અચાનક આકસ્મીક રીતે આગ લાગવાના કારણે ઘરમાં રહેલ ઘરવખરીનો સર સામાન સંપુર્ણ બળી જતા નુકશાન થયું હતું. આમ ઘરમાં જ લગ્ન હોય જેમાં પરિવારજનો ખુશ હતા ત્યારે જ અચાનક આગ લાગવાની ઘટનામા આ પરિવાર બેઘર બન્યું હતું અને લગ્નની ખુશી નિરાશા મા ફેરવાઈ હતી
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
