તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
નર્મદા કલેક્ટર ગંગા સિંગએ જિલ્લા સેવાસદનમાં દરેક કચેરીઓનું નિરીક્ષણ કર્યું : હવે કાયાપલટ થશે
કચેરીઓમાં ગંદકી, શૌચાલય અને અન્ય કોઈ તકલીફ બાબતે નિરીક્ષણ કરી તકલીફ દૂર કરવા તજવીજ:વોટર કૂલર નવા નંખાશે, પાછળ બગીચામાં કર્મચારીઓ માટે લંચ ટાઇમ માટે ખાસ બેઠક વ્યવસ્થા ઉભી કરાશે

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લના વડા મથક રાજપીપળા સ્થિત જિલ્લા સેવાસદનની હવે કાયાપલટ થવા જઈ રહી છે, નવા મુકાયેલા જિલ્લા કલેક્ટર ગંગા સિંગએ હાલ માં તમામ કચેરીઓની વિઝિટ કરી નિરીક્ષણ કર્યું અને જ્યાં જ્યાં ખામી દેખાઇ ત્યાં સુધારો કરવા કામગીરી ચાલુ કરાઈ છે.
મળતી વિગતો અનુસાર નર્મદા કલેક્ટર ગંગા સિંગએ તાજેતરમાં જિલ્લા સેવા સદનમાં આવેલી કચેરીઓની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને હવે આ જગ્યા એ નવી કામગીરી થશે જેથી હવે કામગીરી પૂર્ણ થયે આખી જગ્યા સુશોભિત જોવા મળશે. જેમાં જાણવા મળ્યા મુજબ જ્યાં જ્યાં પેવર બ્લોક લાગેલા છે તે કાઢી ત્યાં અલગ બેઠક કરી શોભા વધારવામાં આવશે. સાથે સાથે કચેરીઓ માં ગંદકી, શૌચાલય અને અન્ય કોઈ તકલીફ બાબતે નિરીક્ષણ કરી તકલીફ દૂર કરવા તજવીજ હાથ ધરી છે, જાણવા મળ્યા મુજબ વોટર કૂલર નવા નંખાશે, પાછળ બગીચામાં કર્મચારીઓને લંચ ટાઇમ માં બેઠક વ્યવસ્થા ઉભી કરાશે જેથી તેઓ શાંતિથી ભોજન લઈ બેસી શકે. આમ નવા કલેક્ટરએ અધિકારીઓ અને કર્મચારીઓની કાળજી બાબતે ખાસ ધ્યાન આપ્યું છે. અને સ્વછતા પર ખાસ ભાર પણ મૂક્યો છે
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
