તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ ૬૪.૭૪ ટકા ભરાયો, સપાટી વધી
ઉપરવાસ માં ભારે વરસાદને પગલે નર્મદા ડેમ ૬૪.૭૪ ટકા ભરાઈને ૧૨૬.૫૨ મીટરની સપાટીએ પહોંચ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વચ્ચે ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે રાજ્યની જળરાશિમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ની સપાટી માં વધારો નોંધાયો છે.
નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઉપરવાસના વરસાદને કારણે સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં આજે બપોરે 4 વાગે નર્મદા ડેમની સપાટી ૧૨૬.૫૨ મીટર પર પહોંચી છે. હાલ માં પાણીની આવક ૩૩,૫૩૭ ક્યુસેક છે તેની સામે જાવક ૧૦,૮૩૭ ક્યુસેક નોંધાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. જેના કારણે આખો ડેમ હાલમાં ૬૪.૭૪ ટકા સુધી ભરાઈ ચૂક્યો છે. આ જળરાશિ વધતા આગામી સમયમાં સિચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
