તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
નર્મદા ડેમની સપાટી વધીને ૧૨૬.૭૯ મીટર થઈઃ સિંચાઈ માટે પાણી નહેરમાં છોડાયું
ઉપરવાસમાં થઈ રહેલી અનુકૂળ વર્ષા અને મધ્યપ્રદેશના ડેમમાંથી પાણીના વિસર્જનને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે : નર્મદા ડેમ આજે પણ ૫૭ ટકા ભરાયેલો છેઃ નર્મદા ડેમના CHPH પાવરહાઉસના ત્રણ યુનિટ ચાલુ કરાયા

નર્મદા તા.૨૨: ૧૫મી જૂને ગુજરાત પહોંચનારું ચોમાસું હજી આવ્યું નથી. તો હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો ચોમાસા અને સાર્વત્રિક વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને ૧૨૬.૭૯ મીટર થઈ ગઈ છે. નર્મદા ડેમ ૫૭ ટકા ભરાયેલો છે ઉપરવાસમાં થઈ રહેલી અનુકૂળ વર્ષા અને મધ્યપ્રદેશના ડેમમાંથી પાણીના વિસર્જનને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં ડેમમાં ઉપરવાસમાંથી ૧૬૭૫૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમની સપાટી ૧૨૬.૭૯ મીટર સુધી પહોંચી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ૧૬૭૫૫ ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાયા છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૨૬.૭૯ મીટરે પહોંચી છે.
નર્મદા ડેમના CHPH પાવરહાઉસના ત્રણ યુનિટ ચાલુ કરાયા છે. ગુજરાત માટે સિચાઈ અને પીવાના પાણીમાં મેઇન કેનાલમાં ૧૬૨૨૩ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ આજે પણ ૫૭ ટકા ભરાયેલો છે. નર્મદા ડેમમાં કુલ ૩૩૨૪ પ્ઘ્પ્ ક્યુસેક લાઇવ સ્ટોરેજ પાણી છે
સિંચાઈ માટે ૧૬, ૨૨૩ ક્યુસેક પાણી નહેરમાં છોડાયું વર્તમાન સ્થિતિ મુજબ, નર્મદા ડેમ અત્યારે ૫૭ ટકા ભરાયેલો છે, જેમાં ૩૩૨૪ MCM (મિલિયન ક્યુબિક મીટર) જેટલો લાઈવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતો અને પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, મુખ્ય નહેરમાંથી ૧૬૨૨૩ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિચાઈ અને પીવાના પાણીની સુવિધા સુનિヘતિ કરી શકાય. ડેમમાં થઈ રહેલી આ આવકથી આગામી સમયમાં જળસંગ્રહની સ્થિતિ વધુ મજબૂત બનવાની આશા છે.
હાલ ગુજરાત તરફ આવી રહેલું ચોમાસું ૮ જૂનના રોજ મહારાષ્ટ્રના જે વિસ્તારો તરફ કેન્દ્રિત થયું હતું, ત્યાં જ થંભી ગયું છે. પરંતુ હવે ત્યાંથી ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ચોમાસું આગળ વધશે અને મહારાષ્ટ્રના કેટલાક વધુ વિસ્તારો તરફ પહોંચશે. અરબી સમુદ્રની આસપાસના વિસ્તારો એટલે કે કોંકણ અને ગોવામાં આગામી ૨૩-૨૪ જૂનની આસપાસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં પણ વરસાદ વધવાની શરૂઆત થઈ જશે.ચોમાસું આગળ વધવાની સાથે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેંલગાણાના બાકીના ભાગોને ચોમાસું કવર કરશે, એ બાદ ગુજરાતનો વારો આવશે.
હવામાન વિભાગે ૨૧ જૂનના રોજ રિલીઝ કરેલા બુલેટિનમાં અપાયેલી આગાહી મુજબ, ૨૨ જૂને રાજ્યમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાયના બાકીના જિલ્લામાં રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
