તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
નાંદોદના ભદામ ગામમાં નર્મદા જિલ્લા ખાણ-ખનીજ વિભાગ સિંઘમ બનવા જતા ભેરવાયું
રૂ.45,000/- દંડ ઓનલાઈન ફટકારી દેતા ગ્રામજનો રોષે ભરાયા અને દંડ રદ કરવાની માંગ લઈ ખનીજ વિભાગની ગાડીની ઘેરી:અમે પંચાયતમાં ઠરાવ કરી મા.સર્વે નમ્બરની જમીન માંથી ગામના ખાડા પુરાણ માટે પથરા ભર્યા : ભદામ ગામ સરપંચ

( ભરત શાહ દ્વારા )નર્મદા:7 જુલાઈ 2026 ની સાંજે રાજપીપળાના ભદામ ગામે ગ્રામજનો અને ખાણ ખનીજ વિભાગ સામસામે આવી ગયા હતા. અને ઓહાપોહ થયો હતો.
મળતી માહિતી મુજબ ભદામ ગામ ની સીમમાંથી પંચાયત ના ઠરાવ સાથે ગામ ના માર્ગો ઉપર પડેલા ખાડા પુરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન નર્મદા ખાણ ખનીજ વિભાગ ની પેટ્રોલીંગ ટીમ દ્વારા આ મુદ્દે ટ્રેકટર રોકી રોયલ્ટીની માંગ કરી હતી, જેમાં ગ્રામપંચાયત ના સરપંચ અને સદસ્યો દ્વારા આ કામગીરી ગ્રામ પંચાયત ની મંજૂરી થી કરવામાં આવતી હોવાની દલીલો કરી હતી પણ ખનીજ વિભાગ ના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ગ્રામજનોની વાત નહીં માની રૂ.45,000/- દંડ ઓનલાઈન ફટકારી દેતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને દંડ રદ કરવાની માંગ લઈ ખનીજ વિભાગની ગાડી ની ઘેરી લીધી હતી.
જેથી ગાડીમાં ચાલક સહિતના ખનિજ વિભાગના અધિકારીએ પોતાની જાતને ગાડીમાજ કેદ કરી લીધી હતી અને ગ્રામજનોના અનુરોધ છતાં તેઓ ગાડી બહાર ઉતર્યા નોહતા, આ ઘટનાક્રમ આશરે 5 થી 6 કલાક સુધી ચાલ્યો હતો, અને ગ્રામજનોનો ટોળું વધતું જઈ રહ્યું હતું, તે દરમિયાન મા પોલીસે આવી ને મધ્યસ્થી કરી ગાડીમાં બેઠેલાં ખનીજ વિભાગના અધિકારી સહિતનાઓને ઉગાર્યા હતા. પરંતુ દંડ ની રકમ પરત ન લેવાય તેમ જાણવા મળે છે કારણ કે નિયમ મુજબ એક વખત દંડ ફટકારી દેવાયા બાદ તેને પરત લેવાની કોઈ જોગવાઈ નથી એમ જાણવા મળ્યું હતું.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન હાજર ગ્રામજનો સતત એવું કહી રહ્યા હતા કે ભૂતકાળમાં નર્મદાના એક ઉચ્ચ અધિકારીએ ભદામ ગામ નજીક ખરીદેલી જમીનમાં ગેરકાયદેસર માટી પુરાણ કરાઈ રહ્યું હતું તે દરમિયાન ગ્રામજનો ખનીજ વિભાગને ફોન કરી રેડ કરવા બોલવાતા હતા, પણ ખાણ ખનીજ વિભાગ ત્યાં ફરકતું જ નોહતું, હાલ તો આ મુદ્દે ખાણ ખનીજ અને ભદામ ગ્રામપંચાયત વચ્ચે ની મડાગાંઠ યથાવત છે. આગળ શું થશે તે સમયે બતાવશે
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
