<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

નર્મદા જિલ્લા પંચાયત ના નિવૃત હિસાબનીશના બેંક ખાતામાંથી ઓનલાઈન ટ્રાંજેક્શન કરી રૂપિયા ૪.૭૫ લાખની છેતરપિંડી

કુંભીયા આમલી ફળીયું ગામના નિવૃત કર્મચારી પાસેથી અલગ અલગ બેંક ખાતા માંથી મોબાઈલ હેક કરી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કુંભીયા આમલી ફળીયુંના અને નર્મદા જિલ્લા પંચાયતના નિવૃત કર્મચારીના બેંક ખાતામાંથી મોબાઈલ હેક કરી લાખોનો ચૂનો ચોપડનાર શખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 
   મળતી માહિતી અનુસાર મણીલાલભાઈ ભાણાભાઈ તડવી( ઉ.વ.આ.૫૯ )ધંધો-નિવૃત્ત( રહે.કુંભીયા આમલી ફળીયું )નાઓ નર્મદા જિલ્લા પંચાયતમાં હિસાબનીશ તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા તેમને આપેલી ફરિયાદ મુજબ ગઈ તા.૧૯/૧૦/૨૦૨૬ ના રોજ એક અજાણ્યા મો.નં.૭૭૧૪૪૫૦૪૪૩ ધારકે ફરી.ના મોબાઈલ નંબર ૭૫૬૭૮૯૯૨૪૭ ઉપર ફોન કરી બેન્ક ઓફ બરોડા રાજપીપલાની બ્રાન્ચમાંથી બોલતા હોવાની ઓળખ આપી ફરી.ના બેન્ક ઓફ બરોડાના ખાતા નં.02230100023736 IFSC CODE:BARBORAJP IP વાળા સેવીંગ ખાતામાંથી UPI થી પેમેન્ટ ઉપાડવા માટે રૂ.૫૦,૦૦૦/- થી વધારે કરી આપવાની વાત કરી ફરી.ને તેમના મોબાઈલ ફોનમાં નં.૧ દબાવવાનું કહી ફરી. નો મોબાઈલ ફોન હેક કરી તથા બીજા દિવસે તા.૨૦/૧૦/૨૦૨૬ ના રોજ એક અજાણ્યા મો.નં.૭૭૧૩૫૪૫૮૯૦ ઉપરથી ફરી.ના મોબાઈલ ફોન ઉપર ફોન કરી બેન્ક ઓફ બરોડા રાજપીપલાની બ્રાન્ચમાંથી બોલતા હોવાની ઓળખ આપી તમારું UPI થી પેમેન્ટ ઉપાડવા માટેની લીમીટ એકટીવ થઇ ગયેલ છે અને આ ચાલુ રાખવા માટે નં.૨ દબાવો તેવી વાત કરી ફરી.ના મોબાઈલમાં નં.૨ દબાવવાનું કહેતાં તેમના મોબાઈલ ફોનમાં ૨ નંબર દબાવતાં મોબાઈલ ફોન હેક કરી YES બેંકના ખાતા નં.001425000000051 માં રૂપીયા ૫૦,૦૦૦/- તથા HDFC બેંકના ખાતા નં.14681570002802 માં રૂપીયા ૫,૦૦૧/- તથા PUNJAB NATIONAL બેંક ના ખાતા નં.0779201700167740 માં રૂપીયા ૨૦,૦૦૦/- તથા ખાતા નં.7141010123532 માં રૂપીયા ૯૦,૦૦૦/- તથા STATE BANK OF INDIA બેંકના ખાતા નંબર.00000041495028551 માં રૂ. २०,०००/- તથા 00000044918733439 માં રૂ. ૯૦,૦૦૦/- તથા ખાતા નં.00000043740550713 માં રૂપીયા ૧૦,૦૦૦/- તથા AXIS બેંકના ખાતા નં.918020110872063 માં રૂપીયા ૨૦,૦૦૦/- તથા IDFC બેંકના ખાતા નં.10174239671 માં રૂપીયા ૫૦,૦૦૦/- તથા PUNJAB & SIND BANK બેંકના ખાતા નં.13791000015031 માં રૂપીયા ૫૦,૦૦૦/-તથા FEDERAL બેંકના ખાતા નં.99980131032737 માં રૂપીયા ૫૦,૦૦૦/- તથા UCO બેંકના ખાતા નં.247201 10034460 માં રૂપીયા ૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૭૫,૦૦૧/- રૂપિયા ટુકડે ટુકડે તા.૨૦/૧૦/૨૦૨૬ થી તા.૨૪/૧૦/૨૦૨૬ સુધી ૧૬ વખત ઉપર જણાવેલ મોબાઈલ નંબર તથા બેંક ખાતા ધારકો/વપરાશકર્તા આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા આ કામના ફરી.શ્રીના ઉપરોક્ત ખાતામાંથી ઓનલાઈન ટ્રાંજેક્શન કરી છેતરપિંડી કરી મણિલાલભાઈ સાથે ઠગાઈ કરી ગુનો કરતા ગરૂડેશ્વર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભોગ બનનાર મણિલાલભાઈ  તડવી એ જણાવ્યું કે તેઓ ચાર મહિના પહેલા જ જિલ્લા પંચાયત નર્મદા માંથી નિવૃત્ત થયા હતા અને મારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. મેં પોલીસ ફરિયાદ કરી છે હવે પોલીસ તપાસ માં છેતરનાર ઠગ પકડાય તો સારું.

(11:00 PM IST)