<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

નર્મદા જિલ્લા સંત સમિતિએ નર્મદા પરિક્રમા વાસીઓને રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવા રજુઆત કરી

સંત સમિતિના મહામંત્રી સદાનંદ મહારાજે સોશિયલ મીડિયા માધ્યમથી કલેક્ટરને આ રજૂઆત કરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં હિન્દુ દેવસ્થાન કમિટી અંતર્ગત આવતા ઘણા ધાર્મિક સ્થળો આવેલા હોય માટે રામપુરા રણછોડજી મંદિર શૂલપાણેશ્વર મહાદેવ મંદિરમાં નર્મદા પરિક્રમા વાસીઓને રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.
    જિલ્લા સંત સમિતિના મહામંત્રી સદાનંદ મહારાજે સોશિયલ મીડિયા દ્વારા કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ કલેક્ટરને જણાવવાનું કે નર્મદા જિલ્લામાં દેવસ્થાન કમિટી અંતર્ગત આવેલા ઘણા બધા ધાર્મિક સ્થળો છે ત્યાં માનવસેવા ને વિશેષ મહત્વ આપવું જોઈએ,દૂર દૂરથી આવતા સાધુ સંતો પરિક્રમાવાસીઓ માં નર્મદાજીની યાત્રા કરતા યાત્રિકોને સુગમ વ્યવસ્થા મળી રહે તે શુભ હેતુથી આયોજન થવું જોઈએ,  રામપુરા રણછોડજી મંદિર શૂલપાણેશ્વર મહાદેવ મંદિર દેવસ્થાન કમિટી અંતર્ગત આવેલા છે ત્યાં નર્મદા પરિક્રમા વાસીઓને રહેવા જમવાની વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે મંદિર નો વહીવટ વ્યવસ્થા કમિટી સંચાલિત છે ત્યારે આશા અને અપેક્ષા છે કે યાત્રિક સેવા અને વ્યવસ્થામાં વિશેષ વધારો કરવામાં આવે તેવી અમારી નર્મદા જિલ્લા સંત સમિતિ ની આપ સાહેબને રજૂઆત સાથે વિનંતી છે તેમ જિલ્લા સંત સમિતિ નર્મદા વતી સ્વામી સદાનંદ મહારાજ એ જણાવ્યું છે

(11:37 PM IST)