News of Tuesday, 7th July 2026
નર્મદા પોલીસએ બહાદુરી બતાવી હોય એમ દારૂ, જુગાર નહીં બલ્કે નર્મદા પોલીસે એકજ દિવસમાં 13 ગુના વાહન પૂરપાટ હંકારી, લાઇસન્સ નહીં રાખનાર સામે દાખલ કર્યા
પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં બેફામ વાહન હંકારવું, લાયસન્સ નહી રાખવું સહિત અલગ અલગ પોલીસ સ્ટેશન માં કુલ 13 વાહન ચાલકો ને અટકાવી જરૂરી પુછતાછ કરી ગુના દાખલ કર્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જરૂર જળવાય છે પરંતુ ખાનગીરાહે દારૂ, જુગારનો વેપલો ચાલી રહ્યો હોય જેને બંધ કરાવવામાં નર્મદા પોલીસ જાણે નિષ્ફળ છે કે કોઈક કારણોસર આંખ આડા કાન કરે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા પોલીસે તાજેતરમાં એક બાદ એક દારૂની ઘણી ગાડીઓ પકડી ગુના દાખલ કર્યા હતા એનો મતલબ જિલ્લામાં દારૂ મોટા પ્રમાણમાં આવે છ, પરંતુ હાલ માં પોલીસ દારૂ, જુગાર નહીં બલ્કે વાહન ચેકીંગ માં કામે લાગી છે અને સોમવારે એકજ દિવસમાં પોલીસે 13 ગુના વાહન ચેકીંગ ના નોંધી બહાદુરી બતાવી છે.
સોમવારે નર્મદા પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં બેફામ વાહન હંકારવું, લાયસન્સ નહી રાખવું સહિત અલગ અલગ પોલીસ સ્ટેશન માં કુલ 13 વાહન ચાલકોને અટકાવી જરૂરી પુછતાછ કરી ગુના દાખલ કર્યા હતા. જોકે આ પણ એક કાયદાનો અમલ જ છે પરંતુ થોડાક દિવસ પર પોલીસે દારૂ ના એક બાદ એક ઘણા કેસ કર્યા બાદ હાલમાં કેમ એ તરફ ધ્યાન આપતી નથી..? તેવા સવાલો લોકો માં ચર્ચાઈ રહ્યા છે
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
