<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

વઘરાલી ગામથી નર્મદા એસ.ઓ.જી.ટીમે ૨.૭૯.૭૦૦/- ના વિસ્ફોટક મુદ્દામાલ સાથે એક ને ઝડપવામાં સફળતા મેળવી

વિસ્ફોટક સામગ્રી પ્રત્યે બેદરકારી રાખી. એક જગ્યાએથી બીજી જગ્યાએ આધાર પુરાવા વગર પરીવહન કરી પકડાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના વઘરાલી ગામથી નર્મદા એસ.ઓ.જી.ટીમે ૨.૭૯.૭૦૦/- ના વિસ્ફોટક મુદ્દામાલ સાથે એક ને ઝડપવામાં સફળતા મેળવી છે.
     મળતી માહિતી અનુસાર જિલ્લા પોલીસ વડા ની સૂચના હેઠળ તેમજ નર્મદા એસ. ઓ .જી. ના પીઆઇ કે.એ.વાળા ના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. રવિન્દ્રભાઇ ઇશ્વરભાઈ બ.નં.૭૩૬ એસ.ઓ.જી. શાખા નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ સૌરવકુમાર કનુભાઇ ઠાકોર (ઉ.વ.૨૦ )ધંધો.ડ્રાઇવીંગ( રહે.પટેલ ફળીયુ. ગોઠડા તા.ગોધરા જી. પંચમહાલ )નાઓએ મહેન્દ્રા કંપનીનો બોલેરો મેક્ષ બંધ બોડીની પીકઅપ નં. GJ-06-BX-2068 માં ગેર કાયેદસર રીતે વિસ્ફોટક પદાર્થ (૧) એમ્પ્લોઝીવ જીલેટીન સ્ટીક નં.-૭૬ કિ.રૂ.૨૨.૮૦૦/- તથા (૨) ઇલેકટ્રીક ડીટોનેટર નંગ-૦૩ કિ.રૂ.૧૨૦૦/- (૩) TLD નોન ઇલેકટ્રોનીક ડિટોનેટર નંગ-૨૬ કિ.રૂ.૨૬૦૦/- (૪) DTH નોન ઇલેકટ્રોનીક ડિટોનેટર નંગ-૦૧ કિ.રૂ.૧૦૦/- (૫) મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૩૦૦૦/- તથા (૬) બોલેરો પીકઅપની કિ.રૂ. ૨.૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૨.૭૯.૭૦૦/- નો વિસ્ફોટક મુદ્દામાલ જે એમ્પ્લોઝીવ જીલેટીન સ્ટીક અને ઇલેકટ્રોનીક ડિટોનેટર બન્ને વિસ્ફોટક પદાર્થ હોય.જે એકજ વાહનમાં વહન કરી. માણસોની જીંદગી જોખમમાં મુકાય તેમ જાણતા હોવા છતા.વિસ્ફોટક સામગ્રી પ્રત્યે બેદરકારી રાખી. એક જગ્યાએથી બીજી જગ્યાએ આધાર પુરાવા વગર પરીવહન કરી પકડાઇ જતા એસ.ઓ.જી પોલીસે ગુનો દાખલ કર્યો છે

(10:55 PM IST)