તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
બિતાડા ચેકપોસ્ટ પરથી પકડેલા 611 કિલો ગાંજામાં ઇનામ પેટે નર્મદા ટીમ ને મળ્યો રૂ.3.66 લાખનો ચેક
નર્મદા SOG તથા LCB ટીમ ની ખૂબ મોટી સફળતા કહી શકાય. આ ટીમે નર્મદા પોલીસ નું નામ રોશન કર્યું

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લામાં પ્રસંશનીય કામગીરી કરતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને નાયબ મુખ્યમંત્રી ના હસ્તે 3.66 લાખ રૂપિયા ઇનામ નો ચેક મળતા આ ટીમે નર્મદા જિલ્લાનું નામ ઊંચું કર્યું છે
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા LCB ટીમ દ્વારા 2024 ના વર્ષ માં નાંદોદ તાલુકાની બિતાડા ચેકપોસ્ટ પરથી 2024 ના વર્ષ માં એકજ જગ્યાથી 611 કિલો ગાંજાનો જથ્થો પકડી મોટી સફળતા મેળવી હતી જેના ભાગરૂપે NDPS રિવોર્ડ પોલિસી અંતર્ગત નર્મદા ટીમને રૂપિયા 3,66,000 નો ચેક વિતરણ કરવામાં આવ્યો આ ચેક SOG નર્મદા તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ASI આનંદકુમાર સુકલભાઇ બકલ નબર 694 નાંઓને ટીમ નર્મદા વતી આપવામાં આવ્યો છે. ત્યારે આ નર્મદા SOG તથા LCB ટીમ ની ખૂબ મોટી સફળતા કહી શકાય. આ ટીમે નર્મદા પોલીસ નું નામ રોશન કર્યું છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
