તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
નર્મદામાં રાજા રજવાડા સમયથી ચાલી આવેલી બહુરૂપી પ્રથા હાલ લુપ્ત થવાના આરે
રાજપીપળામાં દિવાળીના પર્વ સમયે આવતા બહુરૂપી અલગ અલગ વેશ ધારણ કરી ફળિયે ફળિયે પોતાની કલા બતાવે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જેવા આદિવાસી જિલ્લાઓમાં ગેરિયા અને બહુરૂપીની પ્રા માં અુક પરિવારો રજવાડાના રાજ હતા ત્યાર થી અલગ અલગ વેશ ધારણ કરી લોકોનું મનોરંજન કરતા આવ્યા હતા અને એ થકી પૈસા કમાઈ પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા હ્ય જેમાં ખાસ નર્મદામાં આદિવાસી લોકો દ્વારા ગેરિયા અને અમુક બ્રામ્હણો દ્વારા બહુરૂપીની પ્રથા હતી પરંતુ આજના ઝડપી અને ઇન્ટરનેટ ના યુગ માં આવી પ્રથાઓ લુપ્ત થઈ રહી છે ત્યારે આપણા બાપ દાદાઓ વખતની આવી પ્રથાઓ ચાલુ રહે અને એના થકી લોકોને મનોરંજન અને રોજીરોટી મળે એવા આશય થી સરકારે કમર કસવી જોઈએ નહીતો આવનારી આપણી નવી પેઢી આ પ્રથાઓથી વંચિત તો રહેશેજ સાથે ગેરિયા અને બહુરૂપી શું હતું એ બાબતે પણ અજાણ થશે .
હાલ દિવાળી જેવા મોટા તહેવારો માં રાજપીપળા માં બહુરૂપી બની ભોલેનાથ સ્વરૂપે ફરી રહેલા એક બ્રાહ્મણ પરિવાર ના યુવાને જણાવ્યું કે બાપ દાદા ના જમાના થી અમારા પરિવાર ના સભ્યો આ રીતે બહુરૂપી બની રોજી ઉભી કરતા હતા પરંતુ હવે આ વેશભૂષા નથી ચાલતી અને એમાં રોજે રોજ ભાડે લવાતા અલગ અલગ સ્વરૂપ ના ડ્રેસો નું ભાડું સુદ્ધાં નીકળતું નથી છતાં મજબૂરી માં આ કામ કરવું પડે છે માટે સરકાર અમારી તરફ ધ્યાન આપી આ પરંપરા ને પ્રોત્સાહન મળે એવું કઈ કરે તો અમારા પરિવારો નું ગુજરાન ચાલે .
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
