તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
અમદાવાદના નારોલમાં ડેટિંગ એપ્લિકેશન થકી યુવકને મળવા બોલાવ્યો, માર મારીને લૂંટી લીધો
ઓનલાઇન ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી મિત્રતા કેળવીને નિર્દોષ લોકોને લૂંટતી ટોળકીઓ સક્રિય:નારોલ વિસ્તારમાં ડેટિંગ એપ પર થયેલી મિત્રતા એક યુવક માટે ભારે પડી

અમદાવાદ શહેરમાં ઓનલાઇન ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી મિત્રતા કેળવીને નિર્દોષ લોકોને લૂંટતી ટોળકીઓ સક્રિય થઈ રહી છે.તાજેતરમાં નારોલ વિસ્તારમાં ડેટિંગ એપ પર થયેલી મિત્રતા એક યુવક માટે દુઃસ્વપ્ન સાબિત થઈ હતી.જ્યાં તેને મળવા બોલાવીને બે શખ્સોએ માર મારી લૂંટ ચલાવી હતી.ફરિયાદી યુવક એક ડેટિંગ એપના સંપર્કમાં આવ્યો હતો જ્યાં આરોપીઓએ મીઠી વાતો કરીને તેનો વિશ્વાસ જીત્યો હતો.યુવકને મળવાના બહાને નારોલ વિસ્તારના એક અવાવરું સ્થળ પર બોલાવવામાં આવ્યો હતો.
યુવક જેવો નિર્ધારિત સ્થળે પહોંચ્યો કે તરત જ ત્યાં પહેલેથી જ તૈનાત બે આરોપીઓએ તેને ઘેરી લીધો હતો.આરોપીઓએ એકદમ હિંસક વલણ અપનાવી યુવક પર હુમલો કર્યો હતો.તેઓએ યુવકને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મારપીટ બાદ આરોપીઓએ યુવક પાસેથી તેની કિંમતી સોનાની વીંટી અને રોકડ રકમ ઝૂંટવી લીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.ભોગ બનનાર યુવકે તાત્કાલિક નારોલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાની જાણ કરી હતી.પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આરોપીઓને ટ્રેસ કરવામાં આવ્યા હતા.
નારોલ પોલીસે સફળ ઓપરેશન પાર પાડીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ ડેટિંગ એપ દ્વારા અગાઉ પણ કોઈને શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.આ ઘટનાએ સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે અજાણ્યા વ્યક્તિઓ સાથે ઓનલાઇન મિત્રતા કર્યા બાદ મળતી વખતે ખાસ સાવચેતી રાખવી અને વધુ ભીડભાડવાળી કે જાણીતી જગ્યાએ જ મળવું.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
