તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપ સફળઃ ઉમેશ રાજયગુરૂના હસ્તે ઇનામ વિતરણ

અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાના વિજેતાઓને પૂર્વ રમતગમત મંત્રી શ્રી ઉમેશ રાજયગુરૂના હસ્તે સન્માનિત કરાયેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા.૨૩: અમદાવાદ ખાતે વીર સાવરકર સ્વિમિંગ પૂલ ખાતે (ઇન્ડોર સ્ટેડિયમ) ખાતે યોજાયેલ ૭૯ સિનિયર નેશનલ સ્વિમિંગ (એકવેટિક) ચેમ્પિયનશીપ ૨૦૨૬ સફળતાપૂર્વક સંપન્ન થઈ.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ અસોશિએશનના પ્રમુખ અને ગુજરાત રાજ્ય ના પૂર્વ સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી ઉમેશભાઈ રાજ્યગુરુ એ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓ નો જુસ્સો વધારી પ્રોત્સાહિત કર્યા હતા તેઓશ્રીના હસ્તે ૨૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક (મહિલા) ના પ્રથમ, દ્વિતીય તથા તળતીય ખેલાડીઓ ને અનુક્રમે ૧ - સાનવી દેશવાલ (મહારાષ્ટ્ર), ૨, તાન્યા સદાશ્રી (કર્ણાટકા), ૩,મન્નતા મિશ્રા (ઓરિસ્સા) ને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રજિ મેડલ આપી ને પ્રોત્સાહિત કરેલા હતા. આ પ્રસંગે શ્રી પ્રકાશભાઈ કાલોલા શ્રી ઉમેશભાઈ રાજ્યગુરુ સાથે હાજર રહેલા હતા.
ઓલ ઈન્ડિયા ફર્સ્ટ,સેકંડ અને થર્ડ પ્લેસ પર વિજેતા ખેલાડીયો ને (ગર્લ્સ સેરેમની) શ્રી ઉમેશ રાજ્યગુરુએ મેડલ એનાયત કરેલ. ભારતમાંથી આવેલા ૪૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આવનારી કોમન વેલ્થ ગેઈમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને દેશનું નામ ગૌરવ વધારશે તેવી આશા વ્યકત કરી હતી
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
