News of Tuesday, 30th June 2026
નવસારીના મેયરે ભાંગરો વાટ્યો : કહ્યું - શહેરમાં ભુવા તો પડવાના જ છે. :ડ્રેનેજ અને વરસાદી લાઈનોની કામગીરીને કારણે જમીન પોચી થઈ ગઈ
વરસાદી સ્થિતિને લઈને મેયરે નવસારીની સરખામણી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી સાથે કરી હતી અને અધિકારીઓને સલાહ આપી હતી કે મીડિયા જ્યારે જગાડવાનો પ્રયત્ન કરે ત્યારે આવેશમાં ન આવવું.

નવસારીમાં વરસાદી સિઝન પૂર્વે જ મેયરનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. મેયરે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, "શહેરમાં ભુવા તો પડવાના જ છે." તેમણે દાવો કર્યો હતો કે ડ્રેનેજ અને વરસાદી લાઈનોની કામગીરીને કારણે જમીન પોચી થઈ ગઈ છે. એટલું જ નહીં, વરસાદી સ્થિતિને લઈને મેયરે નવસારીની સરખામણી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી સાથે કરી હતી અને અધિકારીઓને સલાહ આપી હતી કે મીડિયા જ્યારે જગાડવાનો પ્રયત્ન કરે ત્યારે આવેશમાં ન આવવું.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
