હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
IIT ગાંધીનગર ખાતે “NEED MISSION” વિજ્ઞાન ભારતી આયોજિત ‘શાશ્વત ઊર્જા – સ્વચ્છ ઊર્જા, હરીત પર્યાવરણ, સુરક્ષિત ભવિષ્ય’ વિષયક બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ .
સ્વચ્છ ઊર્જા માત્ર ટેકનોલોજીનો વિષય નથી પરંતુ સુરક્ષિત ભવિષ્ય આર્થિક સ્થિરતા અને પર્યાવરણ સરંક્ષણ સાથે જોડાયેલો રાષ્ટ્રીય સંકલ્પ છે,: મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા

ગાંધીનગર:પુનઃપ્રાપ્ય ઉર્જાના ક્ષેત્રમાં સંશોધન અને નીતિ આધારિત વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘શાશ્વત ઊર્જા – સ્વચ્છ ઊર્જા, હરીત પર્યાવરણ, સુરક્ષિત ભવિષ્ય’ વિષય પર “NEED MISSION દ્વારા તેમજ CBIP, જીપીઆરડી સેલના, વિજ્ઞાન ગુર્જરી, આઇઆઇટી ગાંધીનગર, GEDA , I-hub અને સંયુક્ત ઉપક્રમે તા. 2 અને 3 જુલાઈ, 2026 દરમિયાન આઇઆઇટી ગાંધીનગર ખાતે બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અર્જુનભાઇ મોઢવાડીયા, કેબિનેટ મિનિસ્ટર સાઇન્સ એંડ ટેક્નોલોજી ફોરેસ્ટ એંડ એંન્વારોમેંટ, ક્લાઇમેટ ચેંજ ડિપાર્ટમેંટ દ્વારા તેમજ ડૉ. રાજુલ ગજ્જર, કુલપતિ, ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી, ડૉ. ત્રિપ્તા ઠાકુર, કુલપતિ, ઉત્તરાખંડ ટેક્નિકલ યુનિવર્સિટીના દ્વારા કરવામાં આવ્યું.
મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા જણાવ્યુ હતુ કે, સ્વચ્છ ઊર્જા માત્ર ટેકનોલોજીનો વિષય નથી પરંતુ સુરક્ષિત ભવિષ્ય આર્થિક સ્થિરતા અને પર્યાવરણ સરંક્ષણ સાથે જોડાયેલો રાષ્ટ્રીય સંકલ્પ છે, ઉર્જા ઉત્પાદનથી લઈને વપરાશ સુધી દરેક સ્તરે જવાબદારી પૂર્વક પરિવર્તન જરૂરી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વર્ષ 2017 સુધીમાં નેટ ઝીરો પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો છે. આ લક્ષ્ય દેશના વિકાસ મોડલને વધુ હરિત આત્મનિર્ભર અને જવાબદાર બનાવવાનો માર્ગ છે, જે આપણે બધાએ સિદ્ધ કરવાનો છે.
પરિષદમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો, સંશોધકો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમજ ઊર્જા અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. પરિષદ દરમિયાન શાશ્વત ઊર્જાના વિવિધ પાસાઓને આવરી લેતા સંશોધનપત્રોનું પ્રસ્તુતીકરણ કરવામાં આવી રહ્યું છે, તેમજ ઊર્જા ક્ષેત્રમાં થઈ રહેલા અદ્યતન સંશોધનો અને ટેક્નોલોજીકલ વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા થશે.
રાષ્ટ્રીય પરિષદમાં સૂર્ય ઊર્જા, પવન ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, બાયોમાસ, ટાઇડલ એનર્જી, બેટરી એનર્જી સ્ટોરેજ, સ્માર્ટ ગ્રીડ અને ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિશેષ સત્રો યોજાઈ રહ્યા છે. આ ઉપરાંત ભારતના ‘નેટ ઝીરો’ લક્ષ્યને સિદ્ધ કરવા માટે વીજ ઉત્પાદન (Generation), ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન, માહિતી પ્રૌદ્યોગિકી, સાઇબર સુરક્ષા અને ઊર્જા ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ પર નિષ્ણાતો દ્વારા વિચારવિમર્શ કરવામાં આવશે.
પરિષદના બીજા દિવસે સંશોધનપત્રોના પ્રસ્તુતીકરણ, ઊર્જા ગોષ્ઠિ તેમજ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે. આ બેઠકમાં શાશ્વત ઊર્જાના વિકાસ માટે સંશોધન, ઉદ્યોગ અને નીતિ નિર્માણ વચ્ચે વધુ સઘન સંકલન કેવી રીતે સ્થાપી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
પરિષદમાંથી ઊર્જા નીતિ, ગ્રીન ઇનોવેશન, ગ્રીન ફાઇનાન્સ, સ્કિલ ડેવલપમેન્ટ તેમજ શાશ્વત ઊર્જાના વ્યવહારુ અમલીકરણ માટે ઉપયોગી ભલામણો અને સૂચનો પ્રાપ્ત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય પાસે ઉપલબ્ધ વિપુલ કુદરતી સંસાધનો, મજબૂત ઔદ્યોગિક માળખું, અદ્યતન સંશોધન સંસ્થાઓ અને પ્રગતિશીલ નીતિઓના સમન્વયથી સ્વચ્છ અને શાશ્વત ઊર્જાના ક્ષેત્રમાં દેશને વધુ સશક્ત યોગદાન આપવાની ક્ષમતા રહેલી છે. આ પ્રકારની રાષ્ટ્રીય પરિષદો સંશોધન, ટેક્નોલોજી અને ઉદ્યોગ વચ્ચે સેતુરૂપ બનીને ભારતના હરિત અને આત્મનિર્ભર ઊર્જા ભવિષ્યને નવી દિશા આપશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
