તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
રાજપીપળાના જાણીતા વેપારી નીરજ પટેલ દ્વારા ૫૦ HIV પીડિતોને દિવાળી નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિતરણ
વેપારી નીરજભાઈ પટેલ કે જેઓ નર્મદા જિલ્લામાં અનેક સેવા કાર્યો કરે છે અને પ્લાસ્ટિક મુક્ત નર્મદાની મુહિમ પણ ચલાવી રહ્યા છે,

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં ૪૦૦ થી વધુ એચઆઇવી પીડિતો છે જે પૈકી અમુકનાં મૃત્યુ પણ થયા છે પરંતુ જે હાલ જીવિત છે એ પૈકી મોટાભાગના પીડિતો ગ્રામ્ય વિસ્તારનાં ગરીબ પરિસ્થિતિ ધરાવતા હોય તેમને કેટલાક સેવાભાવી વ્યક્તિઓ અને કેટલીક સંસ્થા દ્વારા સમયાંતરે ન્યુટ્રીશન કીટ, કપડાં, મીઠાઈ સહિત જરૂરી વસ્તુઓ વિતરણ કરાઈ છે ત્યારે હાલ દિવાળી પર્વ નિમિત્તે રાજપીપળાના વેપારી નીરજભાઈ પટેલ કે જેઓ નર્મદા જિલ્લામાં અનેક સેવા કાર્યો કરતા આવ્યા છે અને પ્લાસ્ટિક મુક્ત નર્મદાની મુહિમ પણ ચલાવી રહ્યા છે, ત્યારે તેમના દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ જેટલા એચઆઇવી પીડિતોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ અને ફરસાણ આપી મો મીઠું કરાવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં રાજપીપળા સિવિલના સિવિલ સર્જન ડૉ. હરેશ કોઠારી, એઆરટી સેન્ટરનાં મેડિકલ ઓફિસર ડો. પ્રેરક આનંદ, આઇ. ટી.સી. ટી નાં કાઉન્સિલર સંદીપભાઈ પટેલ, કાઉન્સિલર જયેન્દ્રભાઈ વસાવા, નીલમબેન વસાવા, ખુબી બેન દેસાઈ, વિહાન પ્રોજેક્ટના ગીતાબેન પટેલ તથા હેતલબેન ખત્રી તેમજ ગણપતભાઈ વસાવા તથા એસએસકે સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
