<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

રાજપીપળા નજીક આવેલા બારવણઝર પ્રવાસન સ્થળને પ્લાસ્ટિક મુક્ત બનાવતી નીરજ પટેલ સહિતની ટીમો

નર્મદા જિલ્લામાં રિસાયકલ પ્લાન્ટની માંગણી કરી:અગાઉ રાજપીપળા શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન પૂર્ણ કર્યા બાદ હવે પર્યાવરણ પ્રેમી નીરજ પટેલ એ પ્રવાસન સ્થળોને સ્વચ્છ કરવા બીડું ઝડપ્યું

(ભરત શાહ દ્વારા) : નર્મદા:નર્મદા જિલ્લના વડા મથક રાજપીપળાની રાજવી નગરી તરીકે ઓળખ છે પરંતુ અમુક લોકો દ્વારા થતી ગંદકી પર્યાવરણને નુકશાન કરે છે માટે પર્યાવરણ પ્રેમી એવા નીરજ પટેલએ થોડાક સમય પહેલા તેમની યુવા ટીમ સાથે રાજપીપળા અને આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિક મુક્ત કરવા એક અભિયાન ચલાવ્યું હતું જે ખૂબ સફળ રહ્યું અને લોકોએ આ અભિયાનને બિરદાવ્યું પણ હતું. હવે જિલ્લાના કેટલાક પ્રવાસન સ્થળો પર આ અભિયાન ચલાવવા નીરજ પટેલએ બીડું ઝડપતા હાલમાં બારવણઝર ગામ માં પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધર્યું જેમાં નીરજ પટેલ સોશિયલ મીડિયા ટીમ, પ્રાઉડ રાઇડર્સ ઓફ નર્મદા ટીમ,પ્લાસ્ટિક ફ્રી નર્મદા ટીમ ,હોમગાર્ડ ટીમ એ મળી આ અભિયાન સફળ બનાવ્યું છે.
આ બાબતે પર્યાવરણ પ્રેમી નીરજ પટેલએ મેસેજ આપતા જણાવ્યું કે પ્રવાસન સ્થળો પર લોકો ધંધો કરી કમાણી કરે એ સારી વાત છે પરંતુ સ્વછતાની પણ કાળજી લે તેવી હું સૌને વિનંતી કરું છું. સાથે સાથે નીરજ પટેલે કહ્યું કે અમે નર્મદા જિલ્લામાં રિસાયકલ પ્લાન્ટ ની માંગણી કરી છે માટે આવનારા સમય માં આ પ્લાન્ટ મળે તો ઘણું સારું છે.

(10:43 PM IST)