<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ટોય ટ્રેન ચલાવવાનો નવો કોન્ટ્રાક્ટ જૂની જ એજન્સીને પધરાવી દેવાતાં વિરોધના સૂર ઊઠ્યા

મ્યુનિસિપલ તંત્રનો બચાવ છે કે નિયમાનુસાર ટેન્ડર બહાર પડાયા હતા અને આ એજન્સી AMCને વાર્ષિક એક કરોડ 27 લાખ ચૂકવશે

અમદાવાદ : શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ટોય ટ્રેન ચલાવવાનો નવો કોન્ટ્રાક્ટ અગાઉ કામગીરી સંભાળતી ખોડલ કોર્પોરેશન નામની જૂની જ એજન્સીને પધરાવી દેવાતાં વિરોધના સૂર ઊઠ્યા છે. આ મામલે મ્યુનિસિપલ તંત્રનો બચાવ છે કે નિયમાનુસાર ટેન્ડર બહાર પડાયા હતા અને આ એજન્સી AMCને વાર્ષિક એક કરોડ 27 લાખ ચૂકવશે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ  મોદીના સમયમાં કાંકરિયા પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી જ આ એજન્સી કાર્યરત છે. વિરોધ પક્ષ અને સ્થાનિકોમાં પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ફરીથી એ જ જૂની એજન્સી પર પસંદગી ઉતારવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

(11:13 PM IST)