News of Tuesday, 24th November 2026
હિંમતનગરમાં કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમને લઈને નવો વિવાદ: આમંત્રણ પત્રિકામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નામ જ ગાયબ
નિમંત્રક તરીકે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નામ મુકાયું:જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામ સોલંકીએ નારાજગી વ્યક્ત કરીપોતાની જાતિ પ્રત્યે અપમાનજનક વલણ રાખવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. હિંમતનગરમાં યોજાનારા કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમને લઈને નવો વિવાદ સર્જાયો છે. કાર્યક્રમની કોંગ્રેસના નિશાન સાથેની આમંત્રણ પત્રિકામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામ સોલંકીનું નામ જ ગાયબ જોવા મળ્યું છે. જ્યારે નિમંત્રક તરીકે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નામ મૂકવામાં આવ્યું છે.
આ બાબતને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામ સોલંકીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોતાની જાતિ પ્રત્યે અપમાનજનક વલણ રાખવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા છે. એટલું જ નહીં, તેમની સાથે ભેદભાવ રાખીને અલગ કરવામાં આવતા હોવાની ફરિયાદ પણ તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ કરી છે.
મહત્વનું છે કે જે સ્નેહમિલન કાર્યક્રમની પત્રિકામાં જિલ્લા પ્રમુખના નામની બાદબાકી કરવામાં આવી છે, તેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, મધુસૂદન મિસ્ત્રી સહિતના અગ્રણી કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે કાર્યક્રમ પહેલાં જ જિલ્લા કોંગ્રેસમાં સર્જાયેલા આ વિવાદે રાજકીય ગરમાવો વધાર્યો છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
