News of Monday, 29th June 2026
ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિને નવી ગતિ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 5 જિલ્લામાં 3,611 એકરમાં 8 નવી GIDCની જાહેરાત કરી, સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સથી રોકાણ-રોજગારને વેગ
વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-વડોદરામાં જાહેરાત, ખેડા-અમદાવાદ-પંચમહાલ-છોટાઉદેપુર-ભાવનગરમાં પ્લગ-એન્ડ-પ્લે સુવિધા સાથે આધુનિક એસ્ટેટ્સ વિકસશે, ભાવનગરના મોણપુરમાં 1950.7 એકરની સૌથી મોટી GIDC, મહિજ-સરખેજ-મહિસા-અંઘાડી-માંડલ-નદીસર-ઊંડવામાં નવી એસ્ટેટ્સ

ગાંધીનગર/વડોદરા, તા. 29 : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવાના હેતુસર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વડોદરામાં યોજાયેલી ચોથી કડીમાં 5 જિલ્લાઓમાં કુલ 8 નવી GIDCની સ્થાપનાની મોટી જાહેરાત કરી છે.
રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં 3,611 એકર વિસ્તારમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ કાર્યરત કરવામાં આવશે. આ એસ્ટેટ્સમાં આધુનિક સુવિધાઓ, સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવાશે.
નવી GIDC ની વિગત:
- ખેડા જિલ્લો: મહિજ GIDC - 130.3 એકર, કઠલાલ તાલુકાની સરખેજ GIDC - 332.7 એકર, મહુધા તાલુકાની મહિસા GIDC - 18.5 એકર, ગળતેશ્વર તાલુકાની અંઘાડી GIDC - 310.9 એકર.
- અમદાવાદ જિલ્લો: માંડલ GIDC - 515.2 એકર.
- પંચમહાલ જિલ્લો: ગોધરા તાલુકાની નદીસર GIDC - 105.5 એકર.
- છોટાઉદેપુર જિલ્લો:જેતપુર પાવી તાલુકાની ઊંડવા GIDC - 247.1 એકર.
- ભાવનગર જિલ્લો: વલ્ભીપુર તાલુકાની મોણપુર GIDC - 1950.7 એકર, જે સૌથી મોટી રહેશે.
રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો માટે પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ સાથે સુવ્યવસ્થિત ઔદ્યોગિક વિસ્તારોનું નિર્માણ, રોકાણકારોને સરળતા અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે. આ સ્માર્ટ એસ્ટેટ્સ ઉદ્યોગ, ટેકનોલોજી અને રોજગારના નવા કેન્દ્રો તરીકે ઉભરી આવશે. નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને એક મજબૂત ઔદ્યોગિક ઈકોસિસ્ટમ મળશે અને મધ્ય ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણને વેગ મળશે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
