<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

બોડેલીમાંથી પસાર થતી હેરણ નદીમાં નવા નીર આવ્યા : પ્રથમવાર બની રહેલા રબર ડેમ પરથી પાણી પસાર થયું

ચોમાસું પૂર્ણ થતાં બ્લેન્ડરમાં હવા ભરવામાં આવશે. વહી જતા પાણીને રોકવામાં આવશે.

છોટાઉદેપુર: બોડેલીમાંથી પસાર થતી હેરણ નદીમાં નવા નીર આવ્યા છે. ગુજરાતમાં પ્રથમવાર બની રહેલા રબર ડેમ પરથી પાણી પસાર થયું છે. હાલ રબર ડેમની કામગીરી ચાલી રહી છે. ચોમાસું પૂર્ણ થતાં બ્લેન્ડરમાં હવા ભરવામાં આવશે. વહી જતા પાણીને રોકવામાં આવશે. રબર ડેમમાં પાણી સ્ટોર થતા 50 ગામોને સિંચાઈનું પાણી મળશે. ડેમ પર 60 ફૂટના બલેન્ડર લગાવવામાં આવ્યા છે. 180 મીટર લંબાઈવાળા બલેન્ડર લગાવાયા છે.

(5:15 PM IST)