તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
અમદાવાદમાં વાહન પાર્કિંગના નવા દરને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી : હવે દર ત્રણ વર્ષે પાર્કિંગના ચાર્જમાં સુધારો કરવાનો નિર્ણય
સમગ્ર શહેરમાં એકસમાન પાર્કિંગ ચાર્જ વસૂલાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે : નવા દર લાગુ કરવા માટે શહેરમાં અગાઉથી કાર્યરત કોન્ટ્રાક્ટર્સ સાથે બેઠક યોજી તેમને સંમત કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં વાહન પાર્કિંગના નવા દરને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. હવે દર ત્રણ વર્ષે પાર્કિંગના ચાર્જમાં સુધારો કરવાનો નિર્ણય લેવાયો છે. સમગ્ર શહેરમાં એકસમાન પાર્કિંગ ચાર્જ વસૂલાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. નવા દર લાગુ કરવા માટે શહેરમાં અગાઉથી કાર્યરત કોન્ટ્રાક્ટર્સ સાથે બેઠક યોજી તેમને સંમત કરવામાં આવશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર્સ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવામાં આવતી લાયસન્સ ફીમાં વધારો કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. જોકે, નવા દર ક્યારથી અમલી બનશે તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
