તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
અમદાવાદમાં ટેનિસ-બોલ ક્રિકેટની નવી પ્રોફેશનલ લીગનો પ્રારંભ: લીગમાં કુલ 6 પુરુષ અને 6 મહિલા ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા
ક્રિકેટના દિગ્ગજ પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગને આ લીગના કમિશનર જ્યારે ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજને મહિલા લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની જવાબદારી

અમદાવાદમાં ટેનિસ-બોલ ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે 'Sataack 50' દ્વારા એક નવી અને ભવ્ય પ્રોફેશનલ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ આકર્ષક લીગમાં કુલ 6 પુરુષ અને 6 મહિલા ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળશે. આ પ્રોજેક્ટને વધુ મજબૂત અને લોકપ્રિય બનાવવા માટે ભારતીય ક્રિકેટના દિગ્ગજ પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગને આ લીગના કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજને મહિલા લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ લીગની પ્રથમ સીઝનનું ભવ્ય આયોજન આગામી 2027 માં કરવામાં આવશે, જે અગાઉ ખેલાડીઓ માટે દેશના 15 જેટલા અલગ-અલગ રાજ્યોમાં નિઃશુલ્ક (મફત) ટ્રાયલ્સનું સફળ આયોજન પણ કરવામાં આવ્યું હતું.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
