<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ગાંધીનગરમાં PSIની આત્મહત્યાના મામલે નવો ખુલાસો: છેલ્લા એક મહિનાથી PSIના ઘરમાં ગૃહક્લેશ ચાલતો હતો

નાના ભાઈ સાથે પત્નીના અણગમાને લઈને વિવાદ થતો હોવાની આશંકા:સ્વજનો અને સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યા બાદ જ આત્મહત્યાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

ગાંધીનગરમાં PSIની આત્મહત્યાના મામલે નવો ખુલાસો થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, છેલ્લા એક મહિનાથી PSIના ઘરમાં ગૃહક્લેશ ચાલી રહ્યો હતો. નાના ભાઈ સાથે પત્નીના અણગમાને લઈને વિવાદ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. PSIના ભાઈએ પણ પોલીસ સમક્ષ ઘરમાં ગૃહક્લેશ ચાલતો હોવાની વાત જણાવી છે. PSI પત્ની, બે બાળકો અને નાના ભાઈ સાથે રહેતા હતા. ઘટનાના સમયે પરિવારજનો પણ ઘરમાં હાજર હતા. જોકે, PSIએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. સ્વજનો અને સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યા બાદ જ આત્મહત્યાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

(12:00 PM IST)