<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

કિંજલ રબારી પ્રકરણમાં નવો ધડાકો: આધાર કાર્ડ મોકલી પ્રેમી સાથે વિદેશ ભાગી ગયાની આશંકા, મહેસાણાના સરપંચની કાર વપરાયાનો ખુલાસો

ચર્ચિત લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરી મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં તેઓ વિદેશ ભાગી ગયા હોવાની આશંકા સાથે સરપંચની ક્રેટા કારનું રહસ્ય ખુલ્યું છે.

અમદાવાદ : ગુજરાતની ચર્ચિત લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરી વચ્ચેનું હાઈપ્રોફાઈલ પ્રકરણ દિનપ્રતિદિન વધુ રહસ્યમય બની રહ્યું છે, જેમાં તાજેતરમાં ચાંદખેડા મોલની બહાર કથિત અપહરણની ઘટના બાદ નવો જ પડાપડી વળાંક સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કિંજલ રબારીએ પોતાના સોશિયલ મીડિયા પર વિડીયો મુકીને પોતે સ્વેચ્છાએ ગઈ હોવાની સ્પષ્ટતા કર્યા બાદ, હવે તપાસમાં એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કિંજલ અને અશોક ચૌધરી બંનેએ વિદેશની વાટ પકડી લીધી છે અને તે માટે અગાઉથી જ પોતાના દસ્તાવેજો મોકલી આપવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ગુજરાતની લોકગાયિકા  અને ચર્ચિત કિંજલ રબારી અને અશોક ચૌધરી વચ્ચેનું હાઇપ્રોફાઇલ પ્રકરણ દિનપ્રતિદિન વધુ ઘેરાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે.ચાંદખેડા મોલની બહાર કથિત અપહરણની ઘટના સામે આવ્યા પછી કિંજલ રબારીએ એક વિડીયો શેર કરીને જાણકારી આપી હતી કે તે સ્વૈચ્છિક રીતે તેના પૂર્વ પતિ અશોક ચૌધરી સાથે ગઈ હતી ત્યારે હવે એક મોટી આશંકા સામે આવી છે કે કિંજલ અને અશોક બંનેએ વિદેશની રાહ પકડી છે.
કિંજલ રબારી કેસ જાણે અટકવાનું નામ લઈ રહયો નથી. શરૂઆતથી જ આ આખા કેસ પર નજર કરીએ તો અશોક ચૌધરી સાથે કિંજલના લગ્ન થયા ત્યારથી આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી. રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે જાણે જંગની શરૂઆત થઈ હતી અને ત્યારથી સતત કિંજલ રબારીના લગ્નને લઈને સમગ્ર મામલો શરૂ થયો હતો. પહેલા અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા બાદ વિવાદ સર્જાતાં કિંજલ રબારી તેના પતિની ઘર છોડીને તેના ઘરે પરત આવી ગઈ હતી. પરત આવ્યાના થોડા સમય પછી કિંજલ અને અશોકના છૂટાછેડાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જો કે આ કાર્યવાહી દરમિયાન સતત કિંજલ રબારીની ગેરહાજરી નોંધાઈ હતી અને અશોક ચૌધરી ઉપર પર પણ હાઇકોર્ટની બહાર હુમલો થયો હોવાની વિગતો સામે આવી હતી.
આગામી દિવસોમાં પોલીસ દ્વારા કિંજલ રબારી અને અશોક ચૌધરીના લોકેશન તેમજ તેમના વિદેશ જવાના પાસપોર્ટ અને દસ્તાવેજોની ચકાસણી માટે વિશેષ પગલાં લેવામાં આવશે. કાયદાકીય નિષ્ણાતોના મતે જો આ બંને વિદેશ ભાગી ગયા હોવાનું સાબિત થશે તો પોલીસ દ્વારા લુક આઉટ સર્ક્યુલર (LOC) અથવા અન્ય કડક કાનૂની કાર્યવાહી હાથ ધરીને તેમને પરત લાવવાના પ્રયાસો તેજ કરવામાં આવશે.

(3:01 PM IST)