તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
વડોદરાના નવનિયુક્ત મેયર ગીતા મકવાણા પહેલા જ દિવસે ટુ-વ્હીલર પર પાલિકા પહોંચ્યા
ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સરકારી પ્રોટોકોલ મુજબ ફાળવવામાં આવેલા વાહનમાં કચેરીએ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ સત્તાવાર રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળ્યા બાદ પ્રથમ દિવસે જ પાલિકા કચેરી ખાતે પદાધિકારીઓની અલગ-અલગ શૈલી જોવા મળી હતી, જે હાલ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
એક તરફ નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણા પોતાની સાદગીનો પરિચય આપતા ટુ-વ્હીલર પર પાલિકા કચેરી પહોંચ્યા હતા, તો બીજી તરફ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સરકારી પ્રોટોકોલ મુજબ ફાળવવામાં આવેલા વાહનમાં કચેરીએ આવ્યા હતા.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
